
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારા ખાતે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાપુતારા પોલીસની ટીમ દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.સાપુતારાના ટેબલ પોઇન્ટ (ગવર્નર હિલ) ઉપર પોતાની ગાડી વડે જોખમી રીતે સ્ટંટબાજી કરી રહેલા એક થાર ગાડી ચાલકને પોલીસે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ડાંગનાં પોલીસ અધિક્ષક પૂજા યાદવ દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા અને પ્રવાસીઓનો જીવ જોખમમાં મૂકનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત આજ રોજ તારીખ ૦૫/૦૭/૨૦૨૬ના દિવસે સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.જે.કે.બારીયાનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ગવર્નર હિલ પર જોખમી સ્ટંટ કરતા થાર ગાડી ચાલકને રંગેહાથ પકડી પાડ્યો હતો.સાપુતારા પોલીસ તપાસમાં પકડાયેલા ગાડી ચાલકનું નામ અનસ ખલીલ શેખ (ઉંમર વર્ષ ૩૧, રહે. બાહેરાપુરા, બકરા માર્કેટ ગલ્લી, પાંચોરા, જી. જલગાંવ, મહારાષ્ટ્ર) હોવાનું સામે આવ્યું છે.હાલમાં સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.જે.કે.બારીયા દ્વારા સ્ટંટબાજીમાં સંડોવાયેલી મહિન્દ્રા થાર ગાડીને એમ.વી. એક્ટની કલમ ૨૮૧ હેઠળ ડિટેઈન કરી ઈ-ચલણ મેમો આપી કાયદેસરની કડક કાર્યવાહી કરી છે..




