AHAVADANG

ડાંગ: આહવામાં પોસ્ટલ બેલેટ ફેસીલીટેશન સેન્ટર કાર્યરત: ફરજ પરના કર્મચારીઓ માટે મતદાન સરળ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં જિલ્લા/તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૬ની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે, ત્યારે ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી આહવા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટ મતદાન ફેસીલીટેશન સેન્ટર (સુવિધા કેન્દ્ર) શરૂ કરવામાં આવેલ છે. આ કેન્દ્રમાં પોલીસ, હોમગાર્ડ તેમજ જી.આર.ડી જવાનોના માટે પોસ્ટલ બેલેટ થી મતદાનની સુવિઘા ઉપલબ્ધ કરવામાં આવી હતી. જેમાં આજરોજ સુરક્ષા કર્મીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. આ સુવિધા કેન્દ્રનો હેતુ ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા તમામ લાયક મતદારો સરળતાથી અને પારદર્શક રીતે મતદાન કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. સંબંધિત મતદારોને નિયત સમયે હાજર રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, આગામી તારીખ ૨૪ ના રોજ આહવા સરકારી માધ્યમિક શાળા ખાતે પોલીસ સ્ટાફ સાથે જોડાયેલા આહવા તાલુકાના કર્મચારીઓ માટે સવારે ૧૦ વાંગ્યાથી મતદાન શરૂ થનાર છે. જેમાં તેઓ સરળતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

આ પ્રસંગે પોસ્ટલ બેલેટના નોડલ અધિકારી વ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશકુમાર ત્રિવેદીએ સેન્ટરની મુલાકાત લઇ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!