AHAVADANG

સુરતની સિનિયર સિટીઝન વેલ્ફેર એસોસિયેશન દ્વારા ડાંગની શાળાઓમાં સ્કૂલબેગ તથા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સુરતની સીનીયર સીટીઝન વેલ્ફેર એસોસીએશન ભટાર દ્વારા ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા 1100થી વધારે બાળકોને સ્કૂલબેગ, બિસ્કીટ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.સુરતની”સીનીયર સીટીઝન વેલફેર એસોસિએશન,” ભટાર દ્વારા  ડાંગ જિલ્લાની અંતરીયાળ વિસ્તારની બદીનાગાંવઠા, ઢોલ્યાઉંબર,સાત બાબલા,કાટીશ,માળગા,બીલબારી,કેળ,બિબુપાડા,બરડીપાડા,વાહુટીયા,નકટ્યાહનવત વગેરે પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ૧૧૦૦ થી વધારે બાળકોને સ્કૂલ બેગ, બિસ્કીટ અને શૈક્ષણિક કિટનું તમામ શાળાઓમાં રૂબરૂ જઈ બાળકોને વિતરણ કર્યું હતુ.

તેમજ નકટયાહનવત,બદીનાગાંવઠા, બીબુપાડા,બિલબારી પ્રાથમિક શાળાના કુલ 350 થી વધારે બાળકોને બપોરે મીઠાઈ સાથે સ્વાદિષ્ટ ભોજન પણ આપવામાં આવ્યુ હતુ.આ પ્રેરણાદાયી કાયૅ માં સંસ્થાના પ્રમુખ  અશ્વિનભાઈ પટેલ,સંયોજક મંગળભાઈ પટેલ,ઉપપ્રમુખ ગોવિંદભાઈ પટેલ, મંત્રી પ્રવિણભાઇ પટેલ, સહમંત્રી ભીખાભાઈ પટેલ, ખજાનચી જયંતિભાઈ પટેલ, સભ્ય અમૃતભાઈ પટેલ, કિર્તીભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.અને  સ્વાદિષ્ટ ભોજનના દાતા શંકરભાઈ પટેલ તથા સૌના રાહબર એવા સુબીર તાલુકા પંચાયતના કેળવણી નિરીક્ષક નવનીતકુમાર એ.પટેલ બે દિવસ દાતાઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા  તથા શિક્ષક મિત્રો જગદીશભાઈ, સુનિલભાઈ અને જયેશભાઈ એ તમામ સગવડો પૂરી પાડી અને શાળાના શિક્ષકોની હાજરીમાં બાળકોને આશીર્વાદ સાથે સમગ્ર કાર્યક્રમ સંપન્ન કર્યો હતો.

Back to top button
error: Content is protected !!