AHAVADANG

પશ્ચિમ બંગાળથી ડાંગ સુધી ભાજપના વિજયનો જશ્ન: આહવા કેસરીયા રંગે રંગાયું

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

દેશના વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના ઝળહળતા દેખાવના પડઘા છેક દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં પણ જોવા મળ્યા હતા.પશ્ચિમ બંગાળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીમાં ભાજપના શાનદાર વિજયી દેખાવ અને ઉત્કૃષ્ટ પ્રદર્શનને પગલે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો.ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ આહવા સહિત સમગ્ર જિલ્લાના ભાજપ સંગઠનના હોદ્દેદારો અને પાયાના કાર્યકરો મોટી સંખ્યામાં જાહેર માર્ગો પર ઉતરી આવ્યા હતા.પશ્ચિમ બંગાળ,પુડુંચેરી અને આસામમાં ભાજપની ભવ્ય જીત થતા ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે ડાંગ ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ,ડાંગ ભાજપા પ્રમુખ કિશોરભાઈ ગાવીત, સંગઠન પ્રભારી રાજેશભાઈ દેસાઈ,મહામંત્રી બુધુભાઈ કામડી સહિત આગેવાનોએ  ફટાકડા ફોડી જીતનાં વધામણાં કર્યા હતા.સાથે ભાજપાનાં કાર્યકરોએ મોઢું મીઠું કરી ખુશી વ્યક્ત કરી હતી.આ ઉજવણીના ભાગરૂપે ભાજપના અગ્રણીઓએ અને કાર્યકરોએ એકબીજાને ગુલાલ લગાવી અને મોઢું મીઠું કરાવી વિજયની શુભકામનાઓ પાઠવી હતી. પક્ષના કાર્યકરોએ મીઠાઈ વહેંચીને આ સફળતાને વધાવી લીધી હતી.આ પ્રસંગે ડાંગ જિલ્લા ભાજપ પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીતે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં ભાજપની બેઠકોમાં થયેલો જંગી વધારો અને આસામ તેમજ પોંડિચેરીમાં મળેલી સફળતા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકકલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી રાજનીતિ પર જનતાએ મૂકેલી મહોર છે.આ વિજય રેલીમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને યુવા મોરચાના સભ્યો પણ જોડાયા હતા.ગામડાઓમાંથી આવેલા કાર્યકરોએ પણ આ વિજય ઉત્સવમાં ભાગ લીધો હતો, જેના કારણે આખું આહવા કેસરીયા રંગે રંગાયેલું જોવા મળ્યું હતુ..

Back to top button
error: Content is protected !!