વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વધઈનાં અંબિકા નદીનાં પટમાં અડીખમ રીતે બિરાજમાન તડકિયા હનુમાનજીનાં ધામ ખાતે રામકથાનાં સાતમા દિવસે અને હનુમાનજીનાં જન્મોત્સવનાં પ્રસંગે સૌ પ્રથમવાર 1008 દિવાઓ પ્રગટાવી ભક્તજનોએ ભક્તિનું સંગમ ઊભુ કર્યુ હતુ.દંડકારણ્ય વન તરીકે જાણીતા નાની વઘઇ ખાતે અંબિકા નદીનાં પટમાં બિરાજમાન તડકિયા હનુમાનજીનાં ધામમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પ.પૂ મેહુલભાઈ જાની (બાપુ)નાં કંઠે રામકથાનાં આયોજનમાં ભાવિકો ભક્તો રામકથાનું રસપાન કરી ધન્યતા અનુભવી રહયા છે.અહી તડકિયા હનુમાનજીનાં ધામ ખાતે રામકથાનાં સાતમા દિવસે અને હનુમાનજીનાં જન્મોત્સવ પ્રસંગે ભક્તજનોએ મોડી રાત્રે 1008 દિવાઓ પ્રગટાવવામાં આવતા નાનીવધઈ રામમય બન્યુ હતુ.અહી રામકથાની ભક્તિમાં તરબોળ આંતરરાષ્ટ્રીય કથાકાર પ.પૂ મેહુલભાઈ જાની (બાપુ)ની દિવ્ય વાણીથી સંસ્કાર, સંસ્કૃતિ અને સત્સંગનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો હતો.તડકીયા હનુમાનજીનાં ધામમાં રામકથાનાં સાતમાં દિવસ સુધી આસપાસના ગામોના હજારો ભાવિકોએ શ્રદ્ધા અને ભક્તિભાવથી કથાનું રસપાન કર્યું હતુ.સ્થાનિક ગ્રામજનોના સક્રિય સહયોગથી આયોજિત આ કથાએ સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિક અને ધાર્મિક ઉલ્લાસનું વાતાવરણ ઉભુ કરાયુ છે..