
તા.૧૮.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod::દાહોદ સનરાઈઝ કોલેજ ઓફ નર્સીંગ ખાતે વિધાર્થીઓનો યોજાયેલ શપથ ગ્રહણ કાયૅક્રમ
દાહોદ સનરાઈઝ એજયુકેશન એન્ડ રીચસૅ ફાઉન્ડેશન દાહોદ દ્વારા સનરાઈઝ કોલેજ ઓફ નર્સીંગના વિધાર્થીઓનો શપથ ગ્રહણ કાયૅક્રમ તાજેતરમાં કોલેજ પરિસરમાં યોજવામાં આવ્યો હતો આ શપથ ગ્રહણ કાયૅક્રમ ( ઓથ ટેકીગ સેરેમની ) કાયૅક્રમ મા મુખ્ય મહેમાન પદે સામાજિક આગેવાન અને માનવસેવા માટે સક્રિય રોટરી સેવા સંસ્થાન દાહોદના પ્રમુખ ડો.નરેશભાઈ ચાવડા.રેડક્રોસ સોસાયટી દાહોદના મંત્રી જવાહરભાઈ શાહ લાયન્સ કલબ દાહોદના આગેવાન સત્યેન્દ્ગ સોલંકી .રેડક્રોસ સોસાયટી બ્લડ બેકં કન્વીનર એન.કે.પરમાર હાજર રહ્યા હતા સંસ્થા ના પ્રમુખ મીઠાલાલ ગાંધી ટ્રસ્ટી અને દાહોદ જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઇ સોની.કોલેજના આચાર્ય શિલુબેન ડામોર તમામ સ્ટાફ પરિવારના સભ્યો કોલેજના વિધાર્થીઓ અને વાલીઓ. હાજર રહ્યા હતા સંચાલક સંસ્થાના હોદ્દેદારો દ્વારા કાયૅક્રમ મા ઉપસ્થિત મહાનુભાવો નુ પર્યાવરણ જાગૃતિ માટે છોડ આપી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતુ શપથ ગ્રહણ કાયૅક્રમ મા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી કોલેજ તથા સંચાલક સંસ્થા ની કામગીરી ને બીરદાવી વિધૉથીઓ ને શુભેચ્છાઓ અને અભિનંદન આપ્યા હતા કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ દ્વારા સાસ્કૃતિક કાયૅક્રમ તથા રાસ ગરબા કરવામાં આવ્યા હતા





