AHAVADANG

શામગહાન ગામમાં પોલીસનો લોકદરબાર:-સાયબર સુરક્ષાથી લઈ અકસ્માત નિવારણ સુધીની ચર્ચા કરવામાં આવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં શામગહાન ગામમાં જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયાનાં અધ્યક્ષસ્થાને એક લોકદરબાર કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં શામગહાન ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ડાંગ જિલ્લાનાં શામગહાન ખાતે યોજાયેલ લોકદરબારમાં જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયાએ ગ્રામજનોને સાયબર ક્રાઇમ, બેંકિંગ છેતરપિંડી, ટ્રાફિક નિયમો, મહિલા સશક્તિકરણ અને પોક્સો એક્ટ જેવા વિષયો પર માહિતગાર કર્યા હતા.તેમણે ગ્રામજનોને અજાણ્યા વ્યક્તિઓના ફોન કોલ અંગે સાવચેત રહેવા અને કોઈપણ સંજોગોમાં પોતાનો પાસવર્ડ કે OTP શેર ન કરવા અંગે સલાહ આપી હતી.આ લોકદરબાર કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયાએ ઉપસ્થિત ગ્રામજનોને બેંકિંગ ફ્રોડ વિશે માહિતગાર કર્યા હતા.તેમજ સાયબર અવેરનેસ, ટ્રાફિક અવેરનેસ,મહિલા સશક્તિકરણ,પોકસો એક્ટ,નવા કાયદાની સમજ,પ્રોજેકટ દેવી,સોલ્યુશન જેવા ઘાતક પદાર્થો,અન્ય રાજ્યમાંથી આવતા અજાણ્યા ઈસમો અંગે સાવચેતી,સાપુતારા અને શામગહાન ઘાટમાર્ગમાં વારંવાર થતા અકસ્માતનાં નિવારણ માટે સૂચનો આપી પ્રશ્નોને પરામર્શ કર્યા હતા.આ લોકદરબાર કાર્યક્રમમાં સ્થાનિક ગ્રામજનોએ પણ જિલ્લા પોલીસ વડા સમક્ષ તેઓનાં પ્રશ્નોની રજુઆત કરી હતી.જે પ્રશ્નોને ઉપલા કક્ષાએ રજુઆત કરી જિલ્લા પોલીસ વડાએ ઉકેલવાની ખાતરી આપી હતી.અમારા ત્રણ પ્રશ્નો અને તમારા ત્રણ પ્રશ્નો સંદર્ભે યોજાયેલ લોકદરબારનાં કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યુ હતુ કે, પોલીસ પોતાની ફરજ અદા કરી દરેક બાબતોમાં લોકોની મદદ કરી રહી છે.જેથી લોકોએ પણ પોલીસને સહકાર આપવો જોઈએ.આ લોકદરબાર કાર્યક્રમમાં સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ દ્વારા જણાવ્યુ હતુ કે, શામગહાન વિસ્તારમાં બહારથી આવતા અજાણ્યા ઈસમો અંગે લોકોએ ચેતવું જોઈએ.જો કોઈ ઈસમો પર શંકા જાય તો તુરંત જ સાપુતારા પોલીસ મથકે જાણ કરવા તથા કાયદા અને પરિસ્થિતિને જાળવવા અનુરોધ કર્યો હતો.વધુમાં શામગહહાન હાટ બજારમાં આવતા વ્યપારીઓનાં મોબાઈલ નંબર,વાહન નંબર નોંધી રજિસ્ટર નિભાવવા સૂચનો આપ્યા હતા.જેથી આવનાર દિવસોમાં ક્રાઈમ કે ચોરીની ઘટના અટકી શકે.આ કાર્યક્રમમાં એસ.પી.યશપાલ જગાણીયા,પી.આઈ.આર.એસ.પટેલ,પી.એસ.આઈ.ડી.પી.ચુડાસમા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ વધુમાં અંતે જિલ્લા પોલીસ વડાએ ઉપસ્થિત ગ્રામજનોને માર્ગ સુરક્ષા માટેનાં સોનેરી નિયમો અંગેનાં પેમ્પ્લેટનું પણ વિતરણ કરી પાલન કરવા માટે અનુરોધ કર્યો હતો..

Back to top button
error: Content is protected !!