AHAVADANG

ડાંગ જિલ્લાનાં કડમાળ ગામે બળદ પર અચાનક વૃક્ષ ધરાશાય થઈ પડતા ઘટના સ્થળે બે બળદનાં મોત નિપજ્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં કડમાળ ગામે ઘાસચારીને પરત ફરતા 10 -12 બળદ પર અચાનક વૃક્ષ ધરાશઈ થઈ પડતા આકસ્મિક ઘટના સર્જાઈ હતી જેમાં બે બળદનું સ્થળ પર જ મોત નીપજ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં કડમાળ ગામનો રહીશ જંગલમાં બળદને ઘાસ ચરવા માટે ગયા લઈ હતા.જો કે ત્યાંથી પરત ફરતી  વેળાએ ભારે પવન અને વરસાદનાં કારણે મહેશભાઈ મંગુભાઈ ભોયેની જમીનમાંથી પસાર થતી વખતે બળદો પર અચાનક વૃક્ષ ધરાશઈ થઈ પડતા આકસ્મિક દુર્ઘટના સર્જાઈ હતી.અચાનક વૃક્ષ ધરાશઈ થતા દસ બાર બળદમાંથી બે બળદને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા પહોંચતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યુ હતુ. જેમાંથી એક બળદ કમલેશભાઈ ઝીપરભાઈ દારવાડ અને બીજું બળદ શુકર નવસુ દારવાડનું હોવાનું જાણવા મળેલ છે.આ બનાવને લઈને તલાટી કમ મંત્રી કડમાળ દ્વારા એમ.બી.હાથીવાલા તાલુકા વિકાસ અધિકારી સુબિરને દુર્ઘટના અંગેનો પ્રાથમિક રિપોર્ટ મોકલવામાં આવેલ છે.તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે..

Back to top button
error: Content is protected !!