AHAVADANG

ડાંગ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનોની સર્વાનુમતે વરણી..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પંચાયતનાં તમામ નવ નિયુક્ત ચેરમેનોએ વિધિવત પદભાર સંભાળ્યો,ગામડાઓના સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની વ્યક્ત કરી પ્રતિબદ્ધતા..

ડાંગ જિલ્લા પંચાયતમાં વિવિધ સ્થાયી સમિતિનાં સભ્યોની સર્વાનુમતે વરણી થયા બાદ આજરોજ તમામ નવ નિયુક્ત ચેરમેનોએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર, થોડા દિવસો અગાઉ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ગામીતનાં અધ્યક્ષસ્થાને યોજાયેલી સામાન્ય સભામાં વિવિધ સ્થાયી સમિતિનાં સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ આજે વિવિધ સમિતિનાં ચેરમેનોને વિધિવત પદભાર સોંપવામાં આવ્યો હતો.જેમાં (1)જાહેર બાંધકામ સમિતિનાં ચેરમેન તરીકે ચંદ્રકલાબેન નગીનભાઈ ગાવીત,(2)ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિનાં ચેરમેન તરીકે જીતેન્દ્રભાઈ દામૂભાઈ પવાર,(3)શિક્ષણ સમિતિનાં ચેરમેન તરીકે શંકરભાઈ જીવરામભાઈ પવાર,(4) કારોબારી સમિતિનાં ચેરમેન તરીકે યોગીતાબેન વિજયભાઈ પવાર,(5)સામાજિક ન્યાય સમિતિનાં ચેરમેન તરીકે સુંદરબેન શૈલેષભાઈ ચૌધરી,(6)જાહેર આરોગ્ય સમિતિનાં ચેરમેન તરીકે દિનેશભાઈ રમેશભાઈ હિલીમ તથા (7)મહિલા અને બાળ વિકાસ સમિતિનાં ચેરમેન તરીકે કમળાબેન હિરાભાઈ રાઉતની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.જ્યારે જિલ્લા પંચાયતની મહત્વપૂર્ણ અપીલ સમિતિનો કાર્યભાર જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ગામીતે પોતાની પાસે જ રાખ્યો છે.આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ગામીત, ઉપપ્રમુખ ઉષાબેન પટેલ, ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવીત, સંગઠન મહામંત્રી બુધુભાઈ કામડી સહિત જિલ્લાના આગેવાનો, જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહાનુભાવોએ નવ નિયુક્ત ચેરમેનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી તથા મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.ડાંગ જિલ્લા પંચાયતમાં પદભાર સંભાળ્યા બાદ તમામ ચેરમેનોએ ગામડાઓના સર્વાંગી વિકાસને ગતિ આપવા, વિકાસના કાર્યોમાં સતત પ્રગતિ જળવાઈ રહે અને સામાન્ય નાગરિકોના કામોમાં કોઈ વિલંબ ન થાય તે માટે નિષ્ઠાપૂર્વક કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Back to top button
error: Content is protected !!