AHAVADANG

વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના દેગામ ખાતે “માતૃવન” વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
ચીખલી તાલુકાના દેગામ ખાતે સામાજીક વનીકરણ વિભાગ નવસારી દ્વારા “માતૃવન” વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ અવસરે તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઇ દેસાઇ, ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ ખાસ  ઉપસ્થિત રહયા હતાં.
આ પ્રસંગે વન અને પર્યવરણ મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘એક પેડ માં કે નામ’ પર્યાવરણલક્ષી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મા નું ઋણ આપણે કયારેય ચૂકવી શકતા નથી ત્યારે આપણા ઘર આંગણે પોતાની માતા ના નામે એક વૃક્ષ વાવવું જોઈએ. દિકરીનો જન્મ થાય તો એક વૃક્ષ વાવીને જતન કરવા જણાવ્યું હતું. વધુમાં વધું વૃક્ષો વાવી પર્યાવરણનું જતન અને સંરક્ષણ કરવું એ આપણી સૌની જવાબદારી બને છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી એક પેડ મા કે નામ અભિયાન તાપી જિલ્લામાં ૯૦૦૦ જેટલા વિવિધ વૃક્ષોનું વાવેતર કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સાબરકાંઠાના ઇડર ખાતે ૧૨૦૦૦ વૃક્ષોનું વાવેતર, પંચમહાલ ખાતે ૧૩૫૫૧ વૃક્ષોનું વાવેતર, સુરત જિલ્લાના માંડવી ખાતે ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જયારે આજે દેગામ ખાતે ૩૦૦૦ થી વધુ  વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે .આવનારી પેઢીને સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ પુરું પાડવા માટે તેમજ પર્યાવરણનું સંતુલન જાળવવા માટે સૌએ પર્યાવરણ જતનનો અભિગમ અપનાવવો જોઈએ.કાર્યક્રમના પ્રારંભમાં  નાયબ વન સંરક્ષક શ્રી ભાવનાબેન દેસાઇએ મહેમાનોને આવકારી એક પેડ મા કે નામ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે સુરતના મુખ્ય વન સંરક્ષક ડો. શશિકુમાર, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વી.ડી.ઝાલા, ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાકેશભાઇ પટેલ, ગ્રામજનો, કોલેજના વિદ્યાર્થીઓ તથા પર્યાવરણ પ્રેમી ઉપસ્થિત રહયા હતાં.

Back to top button
error: Content is protected !!