AHAVADANG

ડાંગમા સતત સાતમા દિવસે પણ છૂટો છવાયો કમોસમી વરસાદ યથાવત રહેતા જિલ્લામાં શીત લહર પ્રસરી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત સાતમા દિવસે વીજળીનાં કડાકા ભડાકા સાથે છૂટો છવાયો વરસાદ તૂટી પડતા સર્વત્ર પંથકોમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી..પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં સતત સાત દિવસથી વાતાવરણનાં પલટા સાથે કમોસમી વરસાદનો દોર યથાવત રહેતા સમગ્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યુ છે.ડાંગ જિલ્લામાં સતત સાત દિવસથી પડી રહેલા કમોસમી માવઠાનાં પગલે ડાંગનું જનજીવન પ્રભાવિત થયુ છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા,વઘઇ, સુબિર સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકનાં ગામડાઓમાં રવિવારે દિવસ દરમ્યાન વીજળીનાં કડાકા ભડાકા સાથે છૂટોછવાયો કમોસમી વરસાદ તૂટી પડતા સમગ્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યુ હતુ.ડાંગ જિલ્લામાં કમોસમી માવઠાનાં પગલે સતત સાતમા દિવસે ડાંગી ખેડૂતોનાં ફળફળાદી સહિત શાકભાજી અને કઠોળ જેવા પાકોને જંગી નુકસાન થયુ હતુ.રવિવારે ગિરિમથક સાપુતારા ખાતે છૂટોછવાયો વરસાદ પડતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ. ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ અને વાદળછાયા વાતાવરણમાં ફરવા આવેલ પ્રવાસીઓએ બોટીંગ,ટેબલ પોઈંટ,સનસેટ પોઈંટ,સહિતનાં સ્થળોએ હરીફરીને ધન્યતા અનુભવી હતી…

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!