GUJARATSAYLASURENDRANAGAR

દરીયાલાલ મંદિર (ઝાર નું મંદિર) ભાડુકા ખાતે ચૈત્રીબીજની ધામધુમથી ઉજવણી

લોહાણા સમાજના મોટી સંખ્યામાં ભક્તોએ દરિયાલાલ દાદાના દર્શનનો લાભ લીધો

તા.10/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

લોહાણા સમાજના મોટી સંખ્યામાં ભક્તોએ દરિયાલાલ દાદાના દર્શનનો લાભ લીધો.

દરિયાલાલ મંદિર જે કાનપર ભાડુકા ઉમરડા ચોરવીરા અને જસાપર પાંચ ગામના સિમાડા ઉપર ડેમના કાંઠે આવેલ છે જેને ઝારના મંદિર તરીકે પણ ઓળખે છે તેમાં આજે ચૈત્ર બીજ દરિયાલાલના જન્મતિથી હોય એકલે અદકેરું મહત્વ હોય છે ત્યારે લોહાણા સમાજના દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા આશરે ૩૦૦ વર્ષ પહેલા એક પરચાથી અહીંયા દરિયાલાલ મંદિર ની સ્થાપના થ‌ઈ હતી અને ખાસ પુજારા લોહાણા સમાજ મોટી માન્યતા સાથે શ્રધ્ધા ધરાવે છે નયનરમ્ય સ્થળ ધરાવતું મંદિર નો વિકાસ અવિરત ચાલુ છે પ્રસાદ વ્યવસ્થા દરબીજ ચાલુ હોય છે રહેવાની જમવાની સુવ્યવસ્થિત થકી મોટા પ્રમાણમા દર્શને ભક્તો આવી રહ્યા છે જે સમગ્ર ગુજરાત સહિત વિદેશોમાંથી આવે છે અને દરિયાલાલ મંદિરમાં દર્શનનો લાભ લેતા હોય છે હાલ આ મંદિર ટ્રસ્ટ ધરાવે છે જેના પ્રમુખ તરીકે લોહાણા સમાજ ના આગેવાન દેવચંદ બાપા પુજારા હતા તેઓ રાજકીય આગેવાન પણ હતા અને પંચાળ વિસ્તાર માં મોટું નામ ધરાવતા તેઓએ જિવનપ્રયત સેવા આપેલ તેઓના નિધન બાદ તેઓના પુત્ર નવિનભાઈ પુજારા પ્રમુખ સ્થાને અને વ્યવસ્થાપક તરીકે સેવા આપી રહ્યા છે તેઓએ જણાવ્યું હતું કે આજે ચૈત્ર બીજના દિવસે ૨૫૦૦ થી વધારે ભક્તોએ દર્શનનો લાભ લીધેલ છે સાથે સાથે મહાપ્રસાદ લીધેલ છે સતત વિકાસ થકી મંદિર સુવિધાઓથી સજજ છે કોઈપણ દર્શાનર્થીઓને મુશ્કેલી ન પડે તેની જવાબદારી અમારી છે અને તમામ સુવિધા ઉપ્લબ્ધ કરવામાં આવી છે આજે દરિયાલાલ મંદિર ને શણગારી મહાઆરતી હતી અને દર મહિનાની બીજ નિમિતે આ રીતે આયોજન કરવામાં આવે છે અને ભકતોના ઘોડાપૂર દરબીજે જોવા મળે છે નવિનભાઈએ સર્વ સમાજને એક વખત અવશ્ય આ મંદિરની મુલાકાત લેવા વિનંતી કરી છે કે પધારો દર્શન અને પ્રસાદ લઇ આપની સેવાનો લાભ આપવા અચુક પધારવા ભાવભર્યું આંમત્રણ આપવામા આવેલ છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!