GUJARATMEGHRAJ

મેઘરજ નગરમાં છટ્ઠા ધોરણમાં ભણતી દીકરીએ રમજાન માસના તમામ રોજા પૂર્ણ કર્યા

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ નગરમાં છટ્ઠા ધોરણમાં ભણતી દીકરીએ રમજાન માસના તમામ રોજા પૂર્ણ કર્યા

કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી ,મેઘરજ નગરની મદની સોસાયટીમાં રહેતી અને છટ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી આઈશા રહીમ ભાઈ ચડી એ રમજાનના પવિત્ર માસમાં તમામ રોજા પૂર્ણ કર્યા છે,નોંધનીય છે કે ઇસ્લામ ધર્મમાં રોજા રાખવાનું ખુબજ વધારે મહત્વ હોય છે ત્યારે કપરી કહેવાતી આ ઇબાદત ને બાળકો પણ ઉત્સાહ પૂર્વક અદા કરતા હોય છે,નાના થી લઇ ને માટેરાઓ માટે રમજાન માસ ઇબાદત માટે અતિ મહત્વનો હોય છે,આ મહિના માં દાન પુણ્ય નું મહત્વ પણ વધારે હોય છે જેથી મુસ્લિમ બિરાદરો જકાત નામી દાન ગરીબો ને આપે છે જેથી ગરીબ વર્ગ પણ રમજાન અને ઈદ ની હર્ષોલ્લાસ થી ઉજવણી કરી શકે,રમજાન માસ દરમિયાન કુરાન ની તિલાવત નું પણ વિશેષ મહત્વ હોય છે અને આ મહિના માં તરાવિહ ની વિશેષ નમાજ પણ પઢવામાં આવે છે,બાળકો દ્વારા કરવામાં આવતા રોજા ને લઈને તેમના માં ઉત્સાહ જોવા મળ્યો હતો, આઇશા રહીમ ભાઈ ચડી એ પવિત્ર રમજાન માસ ના તમામ રોજા રાખી દેશ અને દુનિયાની શાંતિ અને સલામતી માટે વિશેષ દુઆ કરી હતી

Back to top button
error: Content is protected !!