GUJARATMODASA

અરવલ્લી: ICDS ના ગુલ્લીબાજ કર્મચારીઓની પોલનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ DDO એ સંબધિત અધિકારી પાસે અહેવાલ માંગ્યો.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

વાત્સલ્યમ ઇમ્પેક્ટ :

અરવલ્લી: ICDS ના ગુલ્લીબાજ કર્મચારીઓની પોલનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ DDO એ સંબધિત અધિકારી પાસે અહેવાલ માંગ્યો.

અરવલ્લી જિલ્લા પંચાયત હસ્તકની સંકલિત બાળ વિકાસ યોજના શાખામાં ફરજ બજાવતા કર્મચારી અધિકારીના ડર વિના અને શાખાના મુખ્ય અધિકારી રજા પર હોવાનો લાભ લઇ છેલ્લા ચાર પાંચ દિવસથી કર્મચારીઓ ગુલ્લી મારી છટકી જતા હોવાની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થતા તા.23 એપ્રિલ બુધવાર સાંજના 5:15 વાગ્યાના અરસામાં તપાસ કરતા કચેરીમાં માત્ર ત્રણ પુરુષ કર્મચારીઓ કચેરીમાં હાજર જોવા મળ્યા હતા.આ બાબતે ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસરનો ટેલિફોનિક સંપર્ક કરી ધ્યાન દોર્યું હતું.ગુલ્લીબાજોની પોલ ખુલતા ફરજ પરના કર્મચારીઓએ ગુલ્લી મારી નીકળી ગયેલ કર્મચારીઓ ને જાણ કરી હોવાનું સામે આવ્યું હતું.આવા ગુલ્લીબાજ કર્મચારીઓની પોલનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ જિલ્લા વિકાસ અધિકારીએ સંબધિત અધિકારી પાસે તપાસનો અહેવાલ માંગ્યો હોવાનું જણાવ્યું હતું. પ્રતિનિધીએ પ્રોગ્રામ ઓફિસર નો ટેલિફિનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરતા ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું.

Back to top button
error: Content is protected !!