ડેડીયાપાડા બ્રેસ્ટ કેન્સર તથા સર્વાઈકલ કેન્સર ચકાસણી કેમ્પ યોજાયો
તાહિર મેમણ – ડેડીયાપાડા – 25/06/2025 – મહિલાઓમાં કેન્સર જેવી ગંભીર બીમારી અંગે જાગૃતિ કેળવાય અને સમયસર નિદાન થાય તે માટે નર્મદા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા તથા ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI), અમદાવાદના સંયુક્ત ઉપક્રમે બ્રેસ્ટ કેન્સર તથા સર્વાઈકલ કેન્સર ચકાસણી કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
૨૫/૦૬/૨૦૨૫ ના રોજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ડેડીયાપાડા ખાતે યોજાયો હતો.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પમાં આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી રશ્મિતાબેન વસાવા, બંને તાલુકાના આરોગ્ય અધિકારીઓ, ડૉ. રોહિની પટેલ, ડૉ. ઘનશ્યામ બારિયા, GCRI અમદાવાદની ટીમ, મેડિકલ ઓફિસર્સ, યુ.પી.એચ.સી. તેમજ આરોગ્ય વિભાગની જિલ્લા અને તાલુકા કક્ષાની ટીમની સક્રિય હાજરી રહી હતી.
કેમ્પ દરમિયાન સ્તન કૅન્સર માટે મેમોગ્રાફી મશીન દ્વારા તપાસ તેમજ સર્વાઈકલ કેન્સર માટે HPV DNA ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સાથે-screening બાદ જરૂરી કાઉન્સેલિંગ પણ આપવામાં આવ્યું હતું. આ આરોગ્ય ઉદ્યોગમાં ૨૦૦થી વધુ મહિલાઓએ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પ જિલ્લા અને તાલુકા સ્તરે આરોગ્ય સેવાઓના સુદૃઢ આયોજન અને જનજાગૃતિનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે.



