GUJARAT

ડેડીયાપાડા ધારાસભ્ય શાળા ની મુલાકાત લીધી. 5 શાળા માં 1-1 જ કાયમી શિક્ષક.

ડેડીયાપાડા ધારાસભ્ય શાળા ની મુલાકાત લીધી. 5 શાળા માં 1 જ કાયમી શિક્ષક.

તાહિર મેમણ : ડેડીયાપાડા – 26/06/2024 – ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નો આજે પહેલો દિવસ હતો.

આજ રોજ ડેડીયાપાડા ધારાસભ્ય ચેતર ભાઈ એ શાળા ની મુલાકાત લીધી ચેતરભાઈ એ જણાવ્યુ કે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે તાલુકાની ૩૦-૩૫ સારી શાળાઓની પસંદગી કરી આવા કાર્યક્રમો કરવામાં આવે છે. આજે શિક્ષણ વિભાગ ના લાઇઝનીગ અધિકારી દ્વારા મને આપવામાં આવેલ કાર્યક્રમના રૂટ નો મેં બહિષ્કાર કરી. પોતે ડેડીયાપાડા તાલુકાની ૫ સરકારી શાળા ની મુલાકાત લીધી જેમાં ગંભીર બાબતો ધ્યાન પર આવેલ છે.

૧) મોટીકાલબી પ્રા.શા. જેમાં ૧ થી ૫ ધોરણમાં ૭૩ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એક જ કાયમી શિક્ષક છે. ઓરડાઓ જર્જરીત હાલતમાં છે.

૨) કાકરપાડા (ન.વ)પ્રા.શા.જેમાં ૧ થી ૫ ધોરણમાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એક જ શિક્ષક છે.

૩)સામરપાડા(ન.વ)પ્રા.શા. જેમાં ૧ થી ૫ ધોરણમાં ૨૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એક જ શિક્ષક છે અને ઓરડાઓ જર્જરિત હાલતમાં હોવાથી બાળકો ભય ઓથારે ભણે છે.

૪)હરીપુરા પ્રા.શા. જેમાં ૧ થી ૫ ધોરણમાં ૪૩ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. એક જ શિક્ષક છે ઓરડા ખુબ જર્જરીત છે તમામ બાળકો ને એકજ વર્ગખંડમાં બેસાડીને ભણાવવામાં આવે છે.

૫) જુની આંબાવાડી(ન.વ.) પ્રા.શા.જેમાં ૧ થી ૫ ધોરણ માં ૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.એક જ શિક્ષક છે. ઓરડાઓ જર્જરીત હાલતમાં છે . બાળકો ભય ના ઓથારે અભ્યાસ કરી રહ્યા છે.

આ આપણા રોલ મોડેલ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે. વિશ્વ ગુરુ બનવાની વાતો થાય છે પણ અહીંની શાળાઓમાં ગુરુ નથી.એક જ શિક્ષક ૧ થી ૫ ધોરણ ને એક જ વર્ગખંડમાં ભણાવે છે.શાળાઓમાં જર્જરીત ઓરડાઓના કારણે કે ઓરડા ન હોવાના કારણે બાળકો ખુલ્લામાં ઝાડનીચે કે ભાડાના ઘરમાં ભણવા મજબૂર છે.

Back to top button
error: Content is protected !!