DAHODGUJARAT

ગરબાડા તાલુકામાં વૃદ્ધ મહીલા પર દીપડાએ હુમલો કરતા ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને સિવિલ હોસ્પિટલ લાવ્યા

તા.૧૮.૦૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં વૃદ્ધ મહીલા પર દીપડાએ હુમલો કરતા ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને સિવિલ હોસ્પિટલ લાવ્યા

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામેં વારંવાર દીપડાના હુમલામાં ગામમાં ભયનો માહોલ ઉભો છે.અને વારંવાર હુમલો કરનાર દીપડાને પાંજરે પૂરવામાં આવે એવી ગ્રામ જનોની માંગ ઉઠવા પામી છે જેમાં આજરોજ મંગળવાર ૧૨:૦૦ કલાકની આસપાસ નઢેલાવ ગામના બહારના કુવા ફળીયાંમાં રહેતી રતુંબેન તેરા ભાઈ ભાભોર જે ૧૨:૦૦ કલાકની આસપાસ ખેતર નજીક આવેલ કુવામાં પાણી ભરવા ગયા હતા ત્યારે જંગલ વિસ્તાર છોડી રહેણાક વિસ્તારમાં આવી ગયેલ દીપડાએ રતુંબેન તેરાભાઈ ભાભોર પર હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.દીપડાના હુંમલાથી રતુંબેન એ બુમાબુમ કરતા ગ્રામજનો પરિવાર જનો સ્થળ પર દોડી આવી દીપડાને સ્થળ પરથી ભગાવી ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને દાહોદના સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હાલ મહિલાની હાલત નાજુક છે અવાર નવાર થતા હુમલાથી ગ્રામજનોમાં ભય ઊભો થયો છે જેથી વન વિભાગ કોઈ નું જીવ જાય એ પહેલા દીપડાને પાંજરે પૂરવામાં આવે એવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે

Back to top button
error: Content is protected !!