સુજલામ સુફલામ્ કેનાલ મા પાંચ પંપીંગ થી પાણી છોડવા ખેડુતો ની માંગ
પાંચ પંપીંગ થી પાણી નહી છોડાય તો ખેડુતો આંદોલન ના મુડ મા
નારણભાઈ ગોહિલ લાખણી
બનાસકાંઠા જિલ્લા ના પાંચ તાલુકા માથી પસાર થતી અને ખેડૂતો ની જીવાદોરી સમાન સુજલામ સુફલામ્ કેનાલ મા આખરે ખેડુતો ઉગ્ર માગ બાદ પાણી તો જોડાયુ પણ વહાલા દવાલા ની નીતી ની સાથે હોવાનુ લોક મુખે ચર્ચા મા ફક્ત ચાર પંપ થી ચાલુ કરી તેમાથી બે પંપીંગ પાણી ગામડા મા તળાવ ભરવા થતા છેવાડા ગામો પાણી થી વંચિત રહી જાય છે જેથી વરસાદ પણ ખેંચાઇ જતા ખેડૂતો ની હાલત ખુબ જ કફોડી છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ દિયોદર લાખણી ડીસા અને થરાદ તાલુકામાં પસાર થતી સુજલામ સુફલામ્ કેનાલ મા વાસણા વાતમ સુધી થોડા અંશે પાણી છે આગળ ના વિસ્તાર કેનાલ સુકી ભઠ્ઠ છે અને ખેડુતો પાણી માટે વલખાં મારી રહ્યા છે વાવણી સમય ચાલુ છે લોકો પણી માટે દિન પ્રતિ દિન માંગણી ઓ કરી રહ્યા છે છતા સરકાર ના પેટનુ પાણી પણ નથી હલતુ ખેડુતો ની રજૂઆત બાદ ચાર પંપીંગ 30 જુન સુધી ચાલું તો કર્યું પણ નહીંવત અંશે લાખણી અને થરાદ તાલુકાના ગામડા ના લોકો પાણી માટે રાહ જોઈ રહ્યા છે છતાં કોઈ અધીકાર કે સરકાર ના માણસો જવાબ આપવા મા નથી આવતો ચાર પંપ નુ પાણી માથી બે પંપી નુ પાણી કાંકરેજ ડીસા તાલુકાના ગામોમા તળાવ ભરવા ઉપયોગ કરાતા પાણી સાવ ઓછુ આવે છે તેથી દિયોદર લાખણી થરાદ તાલુકાના ગામોમાં પાણી ના પહોચતા ખેડુતો ચોમાસું વાવેતર માટે ઓવરણ પણ કરી તેમ નથી બીજી બાજુ રાજ્ય સરકાર ના આદેશ હોવા છતા તંત્ર દ્વારા ઓછા પંપીંગ થી પાણી છોડાય છે તેથી ખેડુતો મા આક્રોશ ની લાગણી વ્યાપી છે ખેડુતો પર વરસાદ ખેંચાતા પડતા પર પાટુ નો માર સહન કરવા ની નોબત આવી છે કાંકરેજ ના ચાંગા પંપીંગ સ્ટેશન પર સાત પંપીંગ ની પાણી છોડવાની વ્યવસ્થા છે છતા પણ અધિકારી ઓ પાંચ પંપીંગ થી પાણી છોડવા ની આનાકાની કરૅ રહ્યા છે પાણી નો પ્રશ્ન દિન પ્રતિદિન વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહી છે નારાજ ખેડુતો ના છુટકે આંદોલન કરવુ પડશે માનવીય અભિગમ દાખવી પાંચ પંપીંગ થી કેનાલ મા પાણી છોડાય તે જરૂરી છે
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel