દિયોદર ભાભર તાલુકા જમીન વિકાસ બેંકના પ્રતિનિધિ ની ચૂંટણી યોજાઈ

દિયોદર ભાભર તાલુકા જમીન વિકાસ બેંકના પ્રતિનિધિ ની ચૂંટણી યોજાઈ
પ્રતિનિધિ :- દિયોદર ફોટો. અહેવાલ કલ્પેશ બારોટ
ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકની જમીન વિકાસ બેંક ના દિયોદર ભાભર તાલુકાના જિલ્લા પ્રતિનિધિ ની ચૂંટણી દિયોદર જુના માર્કેટ યાર્ડ ખાતે શુક્રવારે યોજાઇ હતી જે ચૂંટણીમાં ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં 1205 કુલ મતદારો હતા જે પૈકી 832 મતદારોએ ઉત્સાહપૂર્વક પોતાના સમર્થકોને મતદાન કર્યું હતું જેમાં મતગણતરીના અંતે 418 મતે પ્રથમ ભરતસિંહ મફતસિંહ વાઘેલા ફોરણા તા દિયોદર તેમજ દ્વિતીયકમે પાનાભાઈ શિવાભાઈ ચૌધરી ને 407 મત મળ્યા હતા ત્યારે બંને પ્રતિનિધિઓ વિજેતા જાહેર થયા હતા જ્યારે તૃતીય ક્રમે જીગરભાઈ ઠાકોરને
340 મત મળતા પરાજિત થયા હતા ત્યારે વિજેતા થયેલ બંને ઉમેદવારોને તેમના સમર્થકો દ્વારા વધાવી લીધા હતા ત્યારે આગામી સમયમાં આ પ્રતિનિધિઓ પૈકી જિલ્લાના ડિરેક્ટર પદે ચૂંટશે ત્યારે વિજેતા બનેલા બંને ઉમેદવારો દ્વારા જમીન વિકાસ બેંકને ખેડૂતો લક્ષી પૂરતું સમર્થન મળી રહે અને તમામ ના સહકારની ભાવનાથી જોડાઈ ખેડૂતલક્ષી કામગીરી થાય તે અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં જિલ્લા મેનેજર જે બી જોશી તથા તમામ સ્ટાફ ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી





