દિયોદર મુશળધાર 9.5 ઇંચ વરસાદ ખાબકતા ચારે તરફ પાણી પાણી !

દિયોદર મુશળધાર 9.5 ઇંચ વરસાદ ખાબકતા ચોરે તરફ પાણી પાણી !
પ્રતિનિધિ : દિયોદર ફોટો અહેવાલ કલ્પેશ બારોટ
•ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
•વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર સુપર્ણ સજ્જ બન્યું
વાવ થરાદ જિલ્લાના દિયોદર તેમજ ભાભરમાં ભારે મુશળધાર વરસાદ ના લીધે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા ગુરુવારે રાત્રે એકાએક વાતાવરણમાં પલટો આવ્યા પછી મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો દિયોદરમાં છેલ્લા 48 કલાકમાં 9.5 ઇંચ વરસાદ તેમજ ભાભરમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસતા વરસાદી સ્થિતિને ધ્યાને રાખી વહીવટી તંત્ર સુપર્ણ સજ્જ બન્યું હતું દિયોદરમાં અતિભારે વરસાદના કારણે પોલીસ સ્ટેશન રોડ,જુના માર્કેટ યાર્ડ,જુના બસ સ્ટેશન,કર્મચારી નગર,અયોધ્યા નગર,સહિત અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ના લીધે અનેક લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા
•દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત આગેવાનોએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી
અતિભારે વરસાદ વચ્ચે દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ મામલતદાર એ એ ગોહિલ,તાલુકા વિકાસ અધિકારી શામળભાઇ પટેલ સહિત GEB ની ટીમે વિવિધ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિકોને પડતી મુશ્કેલી નો તાગ મેળવી અધિકારીઓને જરૂરી સુચનો આપવામાં આવ્યા હતા
•લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ
ભારે વરસાદ વચ્ચે તંત્ર દ્વારા દિયોદર શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકોને વરસાદી માહોલ વચ્ચે લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી હતી
• ખેતરો બેટ માં ફેરવાયા ખેતીના પાકો પાણીમાં ગરકાવ મગફળી માં ભારે નુકશાન
મુશળધાર વરસાદ થી દિયોદર તાલુકાના લુદરા,જાડા,રૈયા,સહિત અનેક ગામોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાયા હતા દિયોદર લુદરા ગામના ખેડૂત તખાજી ઠાકોરે જણાવ્યું હતું કે રાત્રે ભારે વરસાદના કારણે ખેતીમાં નુકશાન આવ્યું છે પશુઓને અન્ય સ્થળ પર ખસેડવાની ફરજ પડી છે મગફળી,જુવાર,એરંડા,સહિત અનેક પાકોમાં પાણી ફરી વળ્યા છે વરસાદી પાણી ઘરોમાં ઢીંચણ સમા ભરાઈ જતા ઘર વખરી સમાન પણ પલળી ગયો છે સરકાર યોગ્ય સહાય આપે તે જરૂરી છે




