BANASKANTHAGUJARATPALANPUR

દાંતા તાલુકા મથક હોવા છતાં એસ.ટી બસસ્ટેશન ની પણ સુવિધા નથી., માત્ર પિક અપ સ્ટેન્ડ,મુસાફરો માટે હાલ ધમધોકતી ગરમી માં છાયડા ની પણ કોઇ જ વ્યવસ્થા નથી

25 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
દાંતા તાલુકા મથક હોવા છતાં એસ.ટી બસસ્ટેશન ની પણ સુવિધા નથી. માત્ર પિક અપ સ્ટેન્ડ,મુસાફરો માટે હાલ ધમધોકતી ગરમી માં છાયડા ની પણ કોઇ જ વ્યવસ્થા નથી. બનાસકાંઠા જીલ્લા નો દાંતા તાલુકો આદીવાસી અને પછાત વિસ્તાર માનવામાં આવે છે ને હાલ માં અંબાજી સહીત ગુજરાત વિકાસ ની હરણફાળ ભરી રહ્યુ છે ત્યારે દાંતા તાલુકા મથક હોવા છતાં એસ.ટી બસસ્ટેશન ની પણ સુવિધા નથી. રજવાડા ના સ્ટેટ વખત નું દાંતા નામ થી ઓળખાતો આ ગામ ને તાલુકા માં 186 જેટલાં ગામડાઓ થી સંકળાયેલું તાલુકા મથક છે. સાથે આસપાસ ના નાના ગામડાઓ માટે વેપારી મથક પણ મનાય છે ત્યારે દાંતા તાલુકા મથકે એસ.ટી બસ ની કાયમી બસસ્ટેશન ની કોઇ જ સુવિધા નથી. હાલ તબક્કે ગામ ની વચ્ચે એક માત્ર પીકઅપ સ્ટેન્ડ બનાવેલું છે. જ્યાં મુસાફરો હાલ ધમધોકતી ગરમી માં છાયડા ની પણ કોઇ જ વ્યવસ્થા નથી. જ્યારે મહીલાઓ માટે પણ શૌચાયલ ની કોઇજ વ્યવસ્થા નથી. આ પીકઅપ સ્ટેન્ડ પર બજાર વચ્ચે થી બસ ને જોખમી રીતે લાવી પડે છે. ને આવા બજાર ના ભરચક વિસ્તાર માંથી બસ નિકળતા અકસ્માતો પણ થવાની ભીતી સેવાઇ રહી છે. ત્યારે એક્ષપ્રેસ બસો આ પીકઅપ સ્ટેન્ડ પર આવતી જ નથી. ને હાઇવે થી સીધેસીધી જ નિકળી જતી હોવાની ફરીયાદ ઉઠી છે. જ્યારે મુસાફર બહાર નિકળવા પીકઅપ સ્ટેન્ડ ઉપર ઉભા હોય ત્યારે કેટલીક બસો હાઇવે થી બારોબાર નિકળી જવા ના કારણે સ્થાનિક વેપારીઓ સહીત વિદ્યાર્થીઓ ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો જોકે દાંતા થી દોઢ થી બે કિલોમીટર દુર 1996 માં લાખ્ખો રૂપીયા ખર્ચી ને બનાવેલું એસ.ટી બસસ્ટેન્ડ હાલ ખંડેર માં ફેરવાઇ ગયુ છે. જ્યાં એસ.ટી બસો નહીં પણ બાવળો નું સામરાજ્ય જોવા મળી રહ્યુ છે. જે બસ સ્ટેશન નું 1996 માં તત્કાલીન વાહન વ્યવહાર મંત્રી દ્વારા લોકાર્પણ કરાયુ હતુ. જ્યાં આજે રાત્રે તો ઠીક પણ દિવસે પણ એકલું મુસાફર આ બસસ્ટેશન ઉપર જાય તો ડરી જાય તેવા બિહામણા દ્રશ્યો આ જુના બસસ્ટેશન માં જોવા મળી રહ્યા છે. જોકે આ બાબતે અંબાજી એસ.ટી ડેપો નાં મેનેજર ને પુછતા તેમને જણાવ્યુ હતુ કે હાલ તબક્કે નવી જગ્યા ની માંગણી કરેલી છે. ને જે એસ.ટી બસો બારોબાર નિકળી જાય છે તેઓ ને પીકઅપ સ્ટેન્ડ થઇ ને નિકળવા કડક સુચના અપાશે.તેમ કે.પી. ચૌહાણ ડેપો મેનેજર,એસ.ટી અંબાજી એ જણાવ્યું હતું દાંતા નું જુના બસસ્ટેશન ને લઇ એસ.ટી નિગમે સાપ એ છછુન્દર ગળ્યા જેવી પરીસ્થીતી જોવા મળી રહી છે. જો જુના બસસ્ટેશન ના બદલે નવું બસસ્ટેશન અન્ય સ્થળે બનાવવામાં આવે તો મુસાફરો નો પ્રશ્ન હલ થકી તેમ છે. તસવીર- અહેવાલ મહેન્દ્રભાઈ અગ્રવાલ

Back to top button
error: Content is protected !!