DEVBHOOMI DWARKAKHAMBHALIYA

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિશ્વ રક્તદાતા દિવસે રેર બ્લડ ગૃપ “બોમ્બે બ્લડ ગૃપ” ધરાવતા દર્દીને સફળ બ્લડ ટ્રાન્સમિટ કરાયું

જનરલ હોસ્પિટલ ખંભાળિયાના પેથોલોજીસ્ટ ડો. એલ. એન. કનારાએ રક્તદાતાઓનો આભાર માન્યો

***

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        ૧૪ જૂનના રોજ દર વર્ષે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સ્વૈચ્છિક અને નિયમિત રક્તદાન કરવું એ એક માનવ કલ્યાણનું કામ છે. આ વર્ષની થીમ “20 Year Of celebrating Giving, Thank you, Blood Donors” છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે આવેલી જનરલ હોસ્પિટલમાં આજના દિવસે રેર બ્લડ ગૃપ “બોમ્બે બ્લડ ગૃપ” ધરાવતા એક દર્દીને સફળ રીતે બ્લડ ટ્રાન્સમિટ કરવામાં આવ્યું છે.

        આ અંગે જનરલ હોસ્પિટલના પેથોલોજીસ્ટ ડો. એલ. એન. કનારાએ જણાવ્યું હતું કે, આજે વિશ્વ રક્તદાતા દિવસ છે. ત્યારે આજના દિવસે એક દર્દી કે જે બોમ્બે બ્લડ ગૃપ ધરાવે છે. આ બ્લડ ગૃપ રેર જોવા મળે છે. ત્યારે આ દર્દીને રક્તદાતાની મદદથી સફળ રીતે બ્લડ ટ્રાન્સમિટ કરવામાં આવ્યું છે. જે અમારા માટે રક્તદાતા દિવસની સફળ ઉજવણી કહેવાય.

        વધુમાં આગળ જણાવ્યું કે, બોમ્બે બ્લડ ગ્રૂપ એ એક રેર બ્લડ ગૃપ છે. આ ગૃપનું ફિનોટાઇપ લાલ કોષ પટલ પર એચ એન્ટિજેન અને સીરમમાં એન્ટિ-એચનો અભાવ હોય છે. તે તેમના લાલ કોષો અથવા અન્ય પેશીઓ પર કોઈપણ A, B અથવા H એન્ટિજેન્સ વ્યક્ત કરવામાં નિષ્ફળ જાય છે.  આ બ્લડ ગૃપમાં એચ એન્ટિજેનની ગેરહાજરી અને એન્ટિ-એચ એન્ટિબોડીઝની હાજરી હોય છે. આ બ્લડ ગૃપ ધરાવનારા દર્દીઓ ફક્ત એ  જ બ્લડ ગૃપ ધરાવતી વ્યક્તિ પાસેથી જ ટ્રાન્સફ્યુઝન મેળવી શકે છે.

        રક્તદાતાની મદદથી અમે આ દર્દીમાં સફળ રીતે બ્લડ ટ્રાન્સમિટ કરી શક્યા છીએ. આજના દિવસે હું જિલ્લાના તમામ રક્તદાતઓનો આભાર વ્યક્ત કરું છું. જનરલ હોસ્પિટલ ખંભાળિયા દ્વારા અન્ય લોકોને પણ રક્તદાન કરી કોઈનું જીવન બચાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button