DEVBHOOMI DWARKADWARKAKHAMBHALIYA

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બોર્ડની પરીક્ષાના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રીની  અધ્યક્ષતામાં  બેઠક યોજાઇ

જિલ્લામાં ધો. ૧૦ના ૮૫૦૭, ધો. ૧૨ સા.પ્ર.ના ૪૪૨૦ અને ધો. ૧૨ વિ.પ્ર.ના ૪૨૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

પરીક્ષા દરમ્યાન CCTV રેકોર્ડીંગસ્ટ્રોંગ રૂમ અંગેની વિસ્તૃત માહિતી અપાઈ

માહિતી બ્યુરોઃ દેવભૂમિ દ્વારકા

        આગામી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાનાં સુચારૂ આયોજનનાં અંગે  જિલ્લા કલેકટરશ્રી જી.ટી.પંડ્યાની  અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે  જિલ્લાના કેન્દ્ર સંચાલકો સાથે બેઠક યોજાઇ  હતી.

        આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી હર્ષવર્ધનસિંહ જાડેજાએ પરીક્ષાના આયોજન અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા.૧૧ થી ૨૬ માર્ચ ૨૦૨૪ દરમ્યાન ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા યોજાનાર છે. ત્યારે જિલ્લામાં ધો. ૧૦ નાં ૩૪  બિલ્ડીંગમાં ૮૫૦૭ વિદ્યાર્થીઓ તેમજ ધો. ૧૨ સામાન્ય પ્રવાહની ૧૯ બિલ્ડીંગમાં ૪૪૨૦ વિદ્યાર્થીઓ તેમજ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની ૦૩ બિલ્ડીંગમાં ૪૨૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. ઉપરાંત ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની ૧૯ બિલ્ડીંગના ૧૫૧ બ્લોક, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની ૦૩ બિલ્ડીંગમાં ૨૩ બ્લોક તેમજ ધોરણ ૧૦ની ૩૪ બિલ્ડિંગમાં ૨૯૭ બ્લોકમાં પરીક્ષા લેવાશે.

        આગામી સમયમાં યોજાનાર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષામાં જિલ્લાના વિદ્યાર્થીઓને કોઈ અગવડતા ન પડે તેમજ સમયસર પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પહોંચી જાય તે અંગે આયોજન કરવા તેમજ પરીક્ષા કેન્દ્રો પર તમામ સીસીટીવી કેમેરાની ચકાસણી, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતા તથા જરૂરી તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જિલ્લા કલેકટરશ્રી જી. ટી .પંડ્યા દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

        ઉપરાંત એસટી વિભાગ દ્વારા તમામ રૂટ પર પરીક્ષાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકે તે અંગે વ્યવસ્થા તેમજ પીજીવીસીએલ વિભાગ દ્વારા જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો પર અવિરત વીજ પુરવઠો કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

        આ તકે બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. ડી. ધાનાણી, નિવાસી અધિક કલેકટરશ્રી ભૂપેષ જોટાણીયા સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓએ તેમજ કેન્દ્ર સંચાલકો ઊપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!