દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.૧૭, ૨૩ તથા ૨૪ નવેમ્બરના રોજ ખાસ ઝુંબેશ યોજાશે
ખાસ ઝુંબેશ દિવસે મતદાર યાદીમાં નામ નોંધણી, નામ કમી અને મતદારયાદીની વિગતોમાં સુધારો કરાવી શકાશે
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકાની જનતાને જાણ કરવામાં આવે છે કે, મુખ્ય નિવાર્ચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું તા.૨૯/૧૦/૨૦૨૪ થી તા.૨૮/૧૧/૨૦૨૪ સુધી આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૧૭/૧૧/૨૦૨૪(રવિવાર), તા.૨૩/૧૧/૨૦૨૪(શનિવાર) અને તા.૨૪/૧૧/૨૦૨૪(રવિવાર)ના રોજ ખાસ ઝુંબેશના દિવસો તરીકે આયોજન કરવા નક્કી થયેલ છે.
આ ખાસ ઝુંબેશના દિવસોમાં પોતાના વિસ્તારના મતદાન મથક પર સવારે-૧૦:૦૦ કલાકથી સાંજના ૫:૦૦ સુધીમાં મતદાર યાદીમાં નામ નોંધણી, નામ કમી અને મતદારયાદીની વિગતોમાં સુધારો કરાવી શકાશે તેમજ ખાસ ઝુંબેશના દિવસોએ અને ખાસ ઝુંબેશના દિવસો સિવાય પણ Voter Helpline મોબાઇલ એપ તથા voters.eci.gov.in વેબસાઇટ દ્વારા પણ મતદાર યાદીમાં નામ નોંધણી, નામ કમી અને મતદારયાદીની વિગતોમાં સુધારો કરી શકાશે જેની જાહેર જનતાને મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.