DEVBHOOMI DWARKAKHAMBHALIYA

ખંભાળિયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભેર કરાયું સ્વાગત

વિવિધ યોજનાની માહિતી આપતી ફિલ્મ નિહાળી :  લાભાર્થીઓને યોજનાકીય લાભો એનાયત કરાયા

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

        જનજન સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડી આગામી વર્ષ ૨૦૪૭ સુધી ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં પહોંચાડવાની સંકલ્પ સાથે વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઝારખંડ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.

        “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” દેવભૂમિ દ્વારકા જિલ્લાના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં ભ્રમણ કરીને વંચિત લાભાર્થીઓના ઘરઆંગણે કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓ” પહોંચાડી રહી છે. આ સંકલ્પ યાત્રાનું ટાઉનહોલ, ખંભાળિયા ખાતે આગમન થતા દીકરીઓએ કુમકુમ તિલક કરીને સંકલ્પ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

        આ વેળાએ નગરપાલિકા પ્રમુખશ્રી રચનાબેન મોટાણી એ જણાવ્યું હતું કે, સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવીના ઘરઆંગણે પહોંચાડવા માટે આ સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. મહિલાઓ, યુવાનો, ખેડુતો સહિત ગરીબ-મધ્યમવર્ગના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખીને વડાપ્રધાનશ્રી વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થયા છે. સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

        આ તકે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મયુરભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી દેશના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામજનોને યોજનાકીય માહિતી મળે અને વિવિધ યોજનાઓના લાભોનું ૧૦૦ ટકા સેચ્યુરેશન થાય તેવો ઉદ્દેશ્ય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પી.એમ.સ્વનીધી યોજના સહિતની ૧૭ જેટલી યોજનાની લોકોને માહિતી મળે અને લોકો ઘર આંગણે આ યોજનાનો લાભ લઈ શકે તે આ યોજનાનો ઉદેશ છે. આ યોજનાઓ વિશે જાણકારી મેળવી બાકી રહી ગયેલ નાગરિકો તેનો લાભ મેળવે તે માટે નાગરિકોને અપીલ કરી હતી.

        આ તકે જામનગર ડીસ્ટ્રિક્ટ કો. ઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી પી.એસ.જાડેજાએ મહિલાઓને આત્મનિર્ભર બનવા, તેમજ સરકારશ્રીની યોજનાઓથી અન્ય લોકોને પણ માહિતગાર કરવા અનુરોધ કર્યો હતો.

“મેરી કહાની, મેરી જુબાની”થીમ અંતર્ગત લાભાર્થીઓએ તેમને મળેલી સહાય અંગે લોકોને માહિતગાર કર્યા હતા. તેમજ ૨૩ જેટલા લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધરતી કહે પુકાર કે સાંસ્કૃતિક કૃતિ નિહાળી હતી.

        કાર્યક્રમ વેળાએ સરકારની વિવિધ યોજનાકીય માહિતીની ફિલ્મ નિહાળીને વિકસિત ભારતના નિર્માણ અંગે સામુહિક શપથ લીધા હતા.

        આ તકે પ્રાંત અધિકારીશ્રી કે.કે. કરમટા, મામલતદારશ્રી વિક્રમ વરૂ,નગરપાલિકા કારોબારી ચેરમેનશ્રી રેખાબેન ખેતિયા, દંડકશ્રી મયુરભાઈ ધોરિયા, અગ્રણીશ્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, ગીતાબા જાડેજા, નિમિષાબેન નકુમ, માણેકભાઈ,  યોગેશભાઈ મોટાણી, ભીખુભા જેઠવા, પી.એમ.ગઢવી સહિતના તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!