DEVBHOOMI DWARKADWARKA

દ્વારકા ખાતે મતદાન જાગૃતિ વોકેથોન યોજાઈ

નગરજનોને મહત્તમ મતદાન માટે પ્રેરિત કરાયા

***

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

        ૭મી મે એ રાજ્યભરમાં યોજાનારી લોકસભા ચૂંટણીના મહાપર્વમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના અવસરમાં સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ની ઉત્સાહભેર ઉજવણી કરે એ માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ દ્વારકા ખાતે પ્રાંત અધિકારી શ્રી એચ.એ.ભગોરાની રાહબરી હેઠળ સ્વીપ પ્રવૃતિ અંતર્ગત વોકેથોન (રેલી) યોજાઇ હતી. જેમાં નગરજનોને વધુમાં વધુ મતદાન કરવા પ્રેરણા આપી હતી.

        રેલીમાં સૌએ અચૂક મતદાન, સો ટકા મતદાન, ચુનાવ કા પર્વ, દેશકા ગર્વ, પહેલા મતદાન, પછી અન્ય કામ, વધુમાં વધુ મતદાન કરીએ, લોકશાહીનું જતન કરીએ જેવા સૂત્રોના નાદથી સૌને મતદાન માટે જાગૃત થવાની આમ નાગરિકોને પ્રેરણા આપી હતી.

        મતદાન જાગૃતિ રેલીમાં દ્વારકા તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, TPEO દ્વારકા, બી આર સી કો – ઓર્ડિનેટર દ્વારકા, કેળવણી નિરીક્ષક દ્વારકા, સી આર સી કો ઓર્ડીનેટર, વિવિધ શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક ગણ, આંગણવાડી કાર્યકરો, યોગબોર્ડના સભ્યો, વિવિધ કર્મચારીઓએ ભાગ લીધો હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!