BANASKANTHAKANKREJ

થરા બસસ્ટેન્ડ ખાતે શુભયાત્રા સ્વચ્છયાત્રા અભિયાન રથનું સ્વાગત કરવામાં આવ્યું.

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા બસસ્ટેશન ખાતે વિભાગીય કચેરી પાલનપુરથી સ્વચ્છતા રથ આવી પહોંચતા કર્મચારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાન અંતર્ગત વાહન વ્યવહાર નિગમ ગુજરાત રાજ્ય દ્વારા કિરીટભાઈ સંઘવી વિભાગીય નિયામક પાલનપુરના માર્ગદર્શન હેઠળ દિયોદર ડેપો મેનેજર એસ.આઈ.ડોડીયાના નેતૃત્વ હેઠળ દિયોદર ટીમના આયોજનથી થરા બસસ્ટેન્ડ ખાતે શુભયાત્રા સ્વચ્છતા અભિયાનનો સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં થરાની વિવિધ વિદ્યાલયો આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,વિનય વિદ્યામંદિર, નચિકેતા સંસ્કારધામ થરાના વિધાર્થીઓ દ્વારા રંગોળી ચિત્રો અને બસસ્ટેન્ડની સફાઈ  કરવામાં આવી હતી.અને વિભાગીય કચેરી પાલનપુરથી સ્વચ્છતા રથ થરા ખાતે પધારતાં કર્મચારીઓ દ્વારા સ્વાગત કરી સાથે આવેલ કાર્યકરો દ્વારા ડૉ. દિનેશભાઈ ચારણ, સોવનજી ઠાકોર (ગુરૂજી),દિયોદર ડેપો મેનેજર એસ.આઈ. ડોડીયા, યુનિટ મંત્રી શૈલેષભાઈ બારોટ રૂની,પ્રામાણિક કંડકટર ગમનભાઈ દેસાઈ, રાજુભાઈ નારણભાઈ પ્રજાપતિ, સુખદેવભાઈ સુથાર, પંકજભાઈ ઠાકોર,થરા ટી.સી. એમ.એમ. વાઘેલા,જે.વી.માસ્ટરની ઉપસ્થિતીમાં સુંદર મજાની સ્વચ્છતા જાગૃતિ અંગેની નાટ્યકૃતિ રજૂ કરવામાં આવેલી જેના દ્વારા સ્વચ્છતા વિશેનો સંદેશ આપવામાં આવેલ.ત્યારે યાત્રિકો સહિત થરા નગરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યકામું સંચાલન ગમનભાઈ દેસાઈ જ્યારે આભાર વિધિ સુખદેવભાઈ સુથારે કરેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!