DEVBHOOMI DWARKAKHAMBHALIYA

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાએ પ્રવર્તમાન સ્થિતિમાં નાગરિકોને સાવચેત રહેવા કરાયો અનુરોધ

સમગ્ર જિલ્લામાં નાગરિકો સ્વયંભૂ બ્લેકઆઉટ પાળી શિસ્તતા દાખવીએ

માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા

પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને કેન્દ્રીય એજન્સીઓ તરફથી મળતી સૂચના અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાએ નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે.

જિલ્લામાં તમામ સ્થળોએ સાંજે બ્લેક આઉટ કરવામાં આવશે જેમાં નાગરિકો સ્વયંભૂ જોડાઈ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ તેમજ વેપાર પ્રવૃતિઓ બંધ રાખવા અને બિનજરૂરી અવરજવર ન કરવા તેમજ સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સાંજે સૂર્યાસ્ત સમયથી શરૂ થતાં બ્લેક આઉટ દરમ્યાન ઘરની તમામ લાઈટો બંધ કરી, લાઇટ બહાર ન જાય તેની તકેદારી રાખવા તેમજ આપણી આસપાસના વિસ્તારમાં પણ બ્લેક આઉટ રહે માટે સચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉપરાંત આસપાસ કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ અથવા શંકાસ્પદ પ્રવૃત્તિઓ થતી જણાય તો નાગરિકોએ જિલ્લા પોલીસ તંત્ર તથા વહીવટી તંત્રને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉપરાંત જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે તેમજ કોઈપણ વ્યક્તિ ગેરમાર્ગે દોરાઈ કે અફવાઓમાં આવી સંગ્રહખોરી ન કરવા અનુરોધ કરવામાં આવે છે. તેમજ જરૂર જણાય તો જિલ્લા વહીવટી તંત્રના ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો.

Back to top button
error: Content is protected !!