DEVBHOOMI DWARKAKHAMBHALIYA

ચોમાસામાં પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા માર્ગદર્શક સૂચનો જાહેર કરાયા

જુન માસમાં મેલેરિયા વિરોધી ઝુંબેશ અંતર્ગત્ત આરોગ્યકર્મીઓએ જિલ્લાના ૧.૫૦ લાખ ઘરોમાં સર્વેલન્સ કરીને મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટેના પગલાં લેવાયા

જરૂરી તકેદારીના પગલાં લેવા તેમજ આરોગ્ય કર્મીઓને સહકાર આપવા લોકોને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા કરાયો અનુરોધ

***

માહિતી બ્યુરોદેવભૂમિ દ્વારકા

ચોમાસાની ઋતુ દરમ્યાન પાણીજન્ય અને વાહકજન્ય રોગો મુખ્યપણે જોવા મળે છે. પાણીજન્ય રોગોમાં ઝાડા,ઉલટીકમળોટાયફોઈડ જેવા વગેરે રોગો જોવા મળે છે. ડેન્ગ્યુમેલેરીયાચીકનગુનિયા વગેરે વાહકજન્ય રોગો મચ્છરો દ્વારા ફેલાય છે.

જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવનાર છે. ડેન્ગ્યુના મચ્છર (એડીસ) ચોખ્ખા પાણીમાં ઘરની અંદર રહેલા નાના પાત્રોમાં ઇંડા મુકે છે જે ૭ થી ૧૦ દિવસમાં પુખ્ત મચ્છર બને છે. ત્યાર બાદ દર્દીના સંપર્કમાં હોવાથી તે મચ્છર ચેપી બની બીજા તંદુરસ્ત વ્યકિતઓને કરડવાથી વાહકજન્ય રોગો ફેલાય છે. આ માટે ઘરની આજુ-બાજુ કે ઘરમાં પાણી ભરાતા હોય તે અટકાવવા જોઈએ. એડીસ મચ્છર ચોખ્ખા પાણીમાં ઈંડા મુકયા બાદ તેના પોરા પાણીમાં જોઈ શકાય છે. આ મચ્છર ટાઈગર મચ્છર તરીકે જાણીતા છે. રંગે કાળો અને શરીરના પૃષ્ઠ ભાગ પર સફેદ રંગના ટપકા ધરાવે છે અને એ મચ્છરચેપી હોઈ ડેન્ગ્યુનો રોગ ફેલાવે છે. તેની ઉડ્ડયન ક્ષમતા ૧૦૦ મીટર હોવાથી ઘર કે કાર્ય સ્થળની આજુ-બાજુ ઈંડા મુકતા હોય છે.

સામન્ય રીતે સિમેન્ટની ટાંકીસીડી નીચેની ટાંકીબેરલપીપટાયરડબ્બા વગેરે ભંગારસુશોભન માટેના ફુવારા વગેરેમાં વરસાદ બંધ રહયા બાદ સ્થિર અને બંધીયાર ચોખ્ખા પાણીમાં એડીસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પુખ્ત મચ્છર બની રોગચાળો ફેલાય છે. ડેન્ગ્યુ મચ્છરથી બચવા માટે માટે પાણી સંગ્રહ કરવાના પાત્રો હવાચુસ્ત બંધ રાખવાનળની કુંડીમાં પાણી ગયા બાદ સાવ કોરી કરીને સાફ કરવીફીઝની ટ્રેએ.સી.ની ટ્રે અને કુલરની ટ્રે દર ૩ દિવસે સાફ કરવીછોડના કુંડા તથા પક્ષીઓના પીવાના પાણીના કુંડા દર ૩ દિવસે સાફ કરવાઅગાસીછજામાં પાણી ન ભરાય તેની તકેદારી રાખવી. બિનજરૂરી પાત્રોનો નિકાલ કરીને જરૂરી પાત્રોની હવાચુસ્ત ઢાંકીને રાખવા. આ મચ્છર મુખ્યત્વે દિવસે જ કરડે છે અને જમીનથી ૨ ફૂટ ઉપર ઉડવાની ક્ષમતા ધરાવતા હોઈ મોટેભાગે પગના નીચેના ભાગમાં કરડતા હોય છે. આથી પુરૂ શરીર ઢંકાય તેવા કપડા પહેરવાસંધ્યા સમયે ઘરના બારી-દરવાજા બંધ રાખવાદવાયુકત મચ્છર દાનીનો ઉપયોગ કરવો જોઈએ.

જુન માસ મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવેલતેમાં આરોગ્ય કાર્યકરો તેમજ આશા બહેનો દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાની આશરે આઠ લાખની વસ્તીના ૧.૫૦ લાખ ઘરોમાં સર્વેલન્સ કરવામાં આવેલ તેમાં ૨૧,૩૫૭ ઘરોમાં ૯૫૨ પાત્રો મેલેરિયા માટે પોઝીટીવ નીકળેલ આ પાત્રોમાં મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા એબેટ(ટેમેફોસ)નાખવામાં આવેલ છે. આ ઉપરાંત ૨૮૫ સ્થળોએ પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવેલ છેતેમજ ૬૦૩ બિનજરૂરી પાત્રોનો નિકાલ કરેલ છે.

પાણીજન્ય અને વાહકજન્ય રોગોથી બચવા માટે ઉપર મુજબની તકેદારી રાખવા તેમજ રોગ અટકાયત માટે સર્વે કરવા આવતા આરોગ્ય કર્મચારી અને આશા બહેનોને સહકાર આપવા દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા લોકોને અનુરોધ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી અને ટીમ દ્વારા ઘનિષ્ઠ સર્વેલન્સ અને ઝુંબેશ માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સુચારૂ આયોજન કરવામાં આવી રહ્યુંછેતેમ દેવભૂમિ દ્વારકા  આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયું છે.


Back to top button
error: Content is protected !!