DEVBHOOMI DWARKADWARKA

દેવભૂમિ દ્વારકા કલેકટર તરીકે પદભાર સંભાળતાં શ્રી જી. ટી.પંડ્યા

માહિતી બ્યુરો:દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર તરીકે આજે શ્રી જી.ટી.પંડ્યાએ ચાર્જ સંભાળ્યો છે. શ્રી જી.ટી.પંડ્યાની મોરબીથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલેકટર તરીકે બદલી થઈ છે.

સૌ અધિકારીગણ, કર્મચારીગણ અને મુલાકાતીઓએ નવનિયુક્ત કલેક્ટરશ્રીને મળીને શુભેચ્છાઓ પાઠવી હતી અને જિલ્લા વિશે પ્રાથમિક રીતે અવગત કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા ખાતે કલેકટર તરીકે કાર્યરત શ્રી અશોક શર્માને એસ.ટી.નિગમના વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સોંપાતા આજે નવનિયુક્ત કલેકટર શ્રી જી.ટી.પંડ્યાએ ચાર્જ સંભાળ્યો છે.

[wptube id="1252022"]
Back to top button