DEVBHOOMI DWARKAPATAN VERAVAL

વેરાવળ વિસ્તારમાં પથીક સોફટવેરમાં ઉતારૂઓની ઓનલાઇન એન્ટ્રી નહી કરતા મુસાફર ખાનાના સંચાલક વિરૂધ્ધ કડક કાર્યવાહી કરતી એસ.ઓ.જી.ગીર સોમનાથ

ગીરસોમનાથ જીલ્લા ખાતે વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મંદીર આવેલ છે જે ઝેડ પ્લસ કક્ષાનું સુરક્ષા કવચ ધરાવે છે. દેશ વિદેશમાંથી યાત્રાળુઓ/લોકો દર્શનાર્થે આવતા હોય કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તેમજ અગત્યના ઇનપુટસ બાબતે મહત્વની માહિતી મળી રહે તેમજ આંતકવાદી ઘટનાઓને અટકાવવા પરીણામલક્ષી માહિતી તમામ હોટલો પાસેથી તાત્કાલીક મળી રહે તે માટે આવી હોટલોમાં રહેવા માટે આવતા વ્યક્તિઓના આધાર, પુરાવા વાહન વિગેરે તમામ બાબતોની એન્ટ્રી પથિક સોફટવેરમાં કરવા માટે જીલ્લા મેજી ગીરસોમનાથ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય તેની કડક અમલવારી કરાવવા માટે જુનાગઢ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા, જુનાગઢ રેન્જ, જુનાગઢનાઓ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા નાઓકરેલસુચનામુજબ,ગીરસોમનાથ એસ.ઓ.જી.ના ઇ.પોલીસ ઇન્સ. એ.બી.જાડેજા તથા પો.સબ ઇન્સ. આર.એચ.મારૂ . ના માર્ગદર્શન મુજબએસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ. નરવણસિહ ગોહિલ તથા દેવદાનભાઈ કુંભારવડીયા તથા ગોવિંદભાઇ વંશ એ રીતેના પોલીસ સ્ટાફ વેરાવળ સીટી વિસ્તારમાં હોટલ/ગેસ્ટહાઉસ/મુસાફર ખાના ચેકીંગની કામગીરીમાં હતા દરમ્યાન નીચે મુસાફર ખાના સંચાલક/મેનેજરનું નામ(૧) વલીમહમદભાઇ ઇસ્માઇલભાઇ પંજા,પટણી, ઉવ.૬૫ રહે. ગરીબ નવાઝ કોલોની, વેરાવળ વિગત મુજબના મુસાફર ખાનાના મેનેજર/સંચાલકે પોતાની પારેખ મુસાફર ખાનામાં રહેવા માટે આવતા વ્યક્તિઓની પથીક સોફટવેરમાં એન્ટ્રીઓ કર્યા વગર રૂમ રહેવા માટે આપેલ હોય તેમના વિરૂધ્ધ વેરાવળ સીટી પો.સ્ટે. જી.પી. એકટ ક.૧૩૧ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ અને આવનારા સમયમાં પણ આવી ગેર-રીતી કરનાર કોઇને પણ છોડવામાં નહી આવે જેથી તમામે જાહેરનામાની અમલવારી ચોક્કસપણે કરવાની રહેશે એવુ એસ.ઓ.જી. પો.ઇન્સ.એ જણાવેલ.

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!