વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દંડકારણ્ય વન તરીકે જાણીતા ડાંગ જિલ્લાનાંવઘઇ તાલુકામાં આવેલ આંબાપાડા ગામે પૂજ્ય યશોદા દીદીનાં કંઠે રામકથાનાં આયોજનમાં ભાવિકો ભક્તો રસપાન કરી રહ્યા છે.ડાંગ જિલ્લાનાં આંબાપાડા ગામ ખાતે 30 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલનારી રામકથાનું આયોજન સ્થાનિક ગ્રામજનોનાં સહયોગથી કરાયુ છે. ડાંગનાં પૂજ્ય સાધ્વી યશોદા દીદીના દિવ્ય વાણીમાં માતા શબરીની ભૂમિ અને ભગવાન રામના પાવન પગલાથી પુનિત થયેલ ડાંગની ધરા પર રામકથામાં સંસ્કાર ,સંસ્કૃતિ અને સત્સંગનો ત્રિવેણી સંગમને ભાવિકો મન ભરી માણી રહ્યા છે.આ રામ કથાનું શ્રવણ કરવા આવતા ભાવિકો માટે આયોજકોએ મહા પ્રસાદની પણ વ્યવસ્થા કરવાના આવી છે.દરરોજ યોજાતા કથામાં ભાવિકોની સંખ્યામાં વધારો થતા આદિવાસી પરિવારોમાં ધાર્મિક જાગૃતતાનાં દર્શન થઈ રહ્યા છે…