જો સેલંબામા સીસી ટીવી કૅમેરા નહી ચાલુ કરાય તો, લાગતા વળગતા અધિકારીઓ પણ જવાબદાર રહેશે,
જો સેલંબામા સીસી ટીવી કૅમેરા નહી ચાલુ કરાય તો, લાગતા વળગતા અધિકારીઓ પણ જવાબદાર રહેશે,
વાત્સલ્ય સમાચાર
જેસિંગ વસાવા સાગબારા
સાગબારા તાલુકાનું વેપારીમથક ગણાતું સેલંબા ગામમાં સાગબારા તાલુકાના તમામ ગામડાઓના લોકો જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે દિવસમાં હજારો લોકો આવતા જતા હોય છે બજારમાં આવતા લોકોના હીત માટે તથા કોઈ અનઈચ્છિનીય બનાવ ન બને તે માટે સરકાર ઘ્વારા સેલંબા ગામના મુખ્ય ચાર રસ્તાઓ પર સી.સી.ટી.વી કેમેરા સ્થાપિત કરવામાં આવેલા છે જેનુ સંચાલન ગૃપ ગ્રામ પંચાયત સેલંબા ધ્વારા કરવામાં આવે છે. પરંતુ છેલ્લા ધણા સમયથી ગ્રામ પંચાયત કચેરીની બેદરકારીના કારણે લોકોની સુરક્ષા માટે જે તે સ્થળ પર મુકવામાં આવેલા સીસી ટીવી કેમેરા શોભાના ગાઠીયા સમાન છે.
સાગબારાના સેલંબા ગામમાં અનેક વાર કોમી રમખાણોની ઘટના બની ચુકી છે ત્યારે હાલમાં ગણપતિ તેમજ ઈદૈમિલાદ જેવા તહેવારો આવેછે, જેની સુરક્ષા અને શાંતિ માટે જરૂરી પગલા લેવા આવશ્યક છે.જેને ઘ્યાનમાં રાખીને સી.સી.ટી.વી કેમેરા તાત્કાલિક ધોરણે કાર્યરત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ બંધ કેમેરાની પરીસ્થિતિના લીધે અમુક અસામાજિક તત્વ ભરપુર ફાયદો ઉઠાવી સુરક્ષા અને શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરે છે. માટે તાત્કાલિક સી.સી.ટી.વી. કેમેરા ચાલુ કરવામાં આવે, જો આ બંધ પડેલા સીસી ટીવી કેમેરા ચાલુ નહી થાય તો લાગતા વળગતા અધિકારીની જવાબદારી રહેશે તેવું જય આદિવાસી મહાસંધ સાગબા૨ાના પ્રમુખ સુરેશભાઈએ લેખીતમા રજુઆત કરી છે,