DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધાંગધ્રા નર્મદા કેનાલમાં મોટી માલવણ ગામના યુવાનની લાશ મળતાં ચકચાર મચી

તા.20/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સજનપુર ગામ પાસે પસાર થતી માલવણ માળીયા બ્રાન્ચ ની નર્મદા કેનાલમાંથી આધેડની લાશ મળી આવતા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઈને લાશને બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપી હતી ત્યારે આ આધેડ મુકેશભાઈ દેવજીભાઈ ચાવડા 40 વર્ષના અને મોટી માલવણ ગામના જેવો અગમ્યો કારણસર ઘરેથી નીકળી ગયેલ હતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી ધ્રાંગધ્રા તાલુકાના સજનપુર પાસે પસાર થતી માલવણ માળીયા બ્રાન્ચની નર્મદા કેનાલમા અવાર નવાર લાશ મળી આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે રહેતા મુકેશભાઈ દેવજીભાઈ ચાવડા 40 વર્ષના જેવો અગમ્યો કારણસર ઘરેથી નીકળી ગયેલ હતા અને પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે માલવણ માળીયા બ્રાન્ચની નર્મદા કેનાલ સજનપુર ગામ પાસે પસાર થતી નમઁદા કેનાલ માં આધેડની લાસ સ્થાનિક લોકો દ્વારા પાણી માં તરતી જોતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસને ગામ જનો દ્વારા જાણ કરતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી કેનાલ માંથી લાસ સ્થાનિક લોકોના સહકાર દ્વારા બહાર કાઢી લાશને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી હતી જેમાં તાલુકા પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન લઈને લાસ નો કબજો પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો અને વધુ તપાસ ધાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!