
શ્રી રામદેવપીર સેવા ટ્રસ્ટ, થરા દ્વારા નવનિર્માણ પામનાર “અલખ નો ઓટલો” ખાતે આજે ધર્મની ધજા રોપાઈ…
રણુજા પદયાત્રાએ જતા ભક્તોને રોટલો અને ઓટલો મળે તેવા ઉમદા મુખ્ય ઉદ્દેશથી ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા થી દીઓદર રોડ ઉપર નવનિર્માણ પામનાર આ જગ્યાએ સેવા કેમ્પમાં સનાતન ધર્મના પ્રચાર પ્રવૃતિ સાથે સાથે અનેક સેવાકીય પ્રવૃતિઓ થશે જેમાં સમય જતાં શ્રદ્ધાળુઓ આસ્થા સાથે માથું ટેકવી શકે તે માટે દાતાઓના સહયોગથી શ્રી રામદેવપીર બાપાનું મંદિર પણ બનાવવામાં આવશે.આજના પ્રસંગે સંસ્થાના પ્રમુખ પ્રજાપતિ અણદાભાઈ સગરામભાઈ અને ભૂમિદાતા સ્વ.છોટાભાઈ ગલાભાઈ પ્રજાપતિ,સ્વ. ડાયાભાઈ ગલાભાઈ પ્રજાપતિ, સ્વ. દેવરાજભાઈ ગલાભાઈ પ્રજાપતિ ના પ્રતિનિધિ રમેશભાઈ છોટાભાઈ ના યજમાનપદે શાસ્ત્રીજી વિજયભાઈ જોષી રૂનીવાળાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે ૧૬ મી જુલાઈ ૨૦૨૬ અષાઢીબીજ ના રોજ સવારે “અલખનો ઓટલો” નું ભૂમિશુદ્ધિ યજ્ઞ, ભૂમિ પૂજન અને સતાધારના મહંતશ્રી વિજયબાપુના વરદ હસ્તે મળેલ ધર્મધજા આરોહણ કરવામાં આવેલ. કાર્યક્મને સફળ બનાવવા છેલ્લા એક માસથી સતત ખડેપગે સેવા આપતાં જયંતિભાઈ પટેલ (અતુલ), માનસુંગભાઈ ચૌધરી અધગામ,વાલાભાઈ પ્રજાપતિ રાજપુર,રસિકભાઈ પ્રજાપતિ રાજપુર,રમેશભાઈ હરિભાઈ પ્રજાપતિ રાજપુર,ઉમેશભાઈ પ્રજાપતિ નેકારિયા, સુનીલભાઈ અખાણી એ ખુબ જ મહેનત કરેલ.રમેશભાઈ પ્રજાપતિ રતનપુરા (શિહોરી) વાળાએ શ્રી નકલંક ધણીનો જ્યોત પાટ કરી સૌને દર્શનનો લાભ આપેલ.દાતા કિરણભાઈ રાવળદેવ વડા (વસુંધરા રોડવેઝ),વિષ્ણુભાઈ દેસાઈ વડા (રામાધણી ટ્રેક્ટર. થરા),રાજુભાઈ પ્રજાપતિ કુંવારવા, ઈન્દ્રમાણા સરપંચ રમેશભાઈ પ્રજાપતિ,પાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ,ગુજરાત પ્રજાપતિ જાગૃત પરિષદ વિભાગ કાંકરેજ તાલુકા પ્રમુખ નટુભાઈ પ્રજાપતિ, નિરંજનભાઈ ઠક્કર, દશરથભાઈ ઠક્કર,જૈન શ્રેષ્ઠિ અતુલભાઈ શાહ,આર.બી. ઠક્કર,જસુભાઈ દલાલ અને શ્રી રામદેવપીર સેવા સમિતિ દિયોદરના સર્વે મિત્રો હાજર રહ્યા હતા.આભાર વિધિ ટ્રસ્ટ ના મંત્રીશ્રી રસિકભાઈ પ્રજાપતિ એ કરેલ.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530
















