ઈડર તાલુકામાં કાવડ યાત્રાનો પ્રવેશ: ધવલકુમાર વિનુભાઈ દેસાઈ ૩૭મા દિવસે મુડેટીમાં રોકાણ કરશે
મુડેટી પાટીયા બડા હનુમાન ખાતે રાત્રિનિવાસ, આવતીકાલે શિવ મંદિરમાં અભિષેક




**ઈડર તાલુકામાં કાવડ યાત્રાનો પ્રવેશ: ધવલકુમાર વિનુભાઈ દેસાઈ ૩૭મા દિવસે મુડેટીમાં રોકાણ કરશે**
**મુડેટી પાટીયા બડા હનુમાન ખાતે રાત્રિનિવાસ, આવતીકાલે શિવ મંદિરમાં અભિષેક**
ઈડર તાલુકા (સાબરકાંઠા) – પવિત્ર કાવડ યાત્રા હવે ઈડર તાલુકામાં પ્રવેશી ચૂકી છે. કાવડિયા યાત્રી ધવલકુમાર વિનુભાઈ દેસાઈ તેમની ૩૭ માં દિવસે આજે રાત્રે મુડેટી પાટીયા સ્થિત બડા હનુમાન મંદિર ખાતે રોકાણ કરશે.
યાત્રાના આગામી કાર્યક્રમ અનુસાર આવતીકાલે તેઓ મુડેટી ગામના શિવ મંદિરમાં પવિત્ર અભિષેક કરશે. આ અભિષેક સાથે યાત્રાનો એક મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થશે.
સ્થાનિક ભક્તો અને ગામલોકો દ્વારા કાવડ યાત્રાનું સ્વાગત ગરમજોશી થી કરવામાં આવી રહ્યું છે. મુડેટી પાટીયા બડા હનુમાન મંદિર ખાતે રાત્રિનિવાસ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે શિવ મંદિરમાં અભિષેક માટે પણ વિશેષ તૈયારીઓ ચાલી રહી છે.
કાવડ યાત્રા દરમિયાન યાત્રીઓ હરિદ્વાર કે ગંગા કાંઠેથી ગંગાજળ લઈને પોતાના ગામના શિવ મંદિર સુધી પગપાળા યાત્રા કરે છે. ધવલકુમાર વિનુભાઈ દેસાઈની આ યાત્રા પણ ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક બની રહી છે.
સ્થાનિકોને અપીલ કરવામાં આવી છે કે યાત્રાના આ કાર્યક્રમમાં સહભાગી થઈને ભક્તિભાવથી સહયોગ આપે.
જયંતિ પરમાર સાબરકાંઠા


