અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા તાલુકાની ધોળીયા ગ્રામ પંચાયત સમરસ બની
અરવલ્લી જિલ્લાની વધું એક ગ્રામ પંચાયત સમરસ થઈ. મોડાસા તાલુકાના ધોળીયા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજ ના યુવા આગેવાન બકુસિંહ નવલસિંહ ઝાલા સુકાન સોંપવામાં આવ્યું. નવરચિત ધોળીયા ગ્રામ પંચાયતની વર્ષો સુધી માગણી કર્યા બાદ વિભાજીત ગ્રામ પંચાયતપ્રથમ વખત સમરસ થતા ગ્રામજનોને આજુબાજુ વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી હતી. ત્યારે નવનિયુક્ત સરપંચ બકુસિંહ ઝાલાએ સરકારની વિવિધ યોજનાઓ વિકાસના કામો થકી ગામ તેમજ વિસ્તારમાં સેવા કાર્ય કરશે, પાંચ વર્ષના સમયગાળામાં 24 કલાક 365 દિવસ ગમે ત્યારે અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ધોળીયા ગ્રામજનોએ ગુલાલ ઉડાડી હાર પહેરાવીને પ્રથમ સરપંચ બકુ સિંહ નું સ્વાગત કર્યું હતું. ગત રોજ ઉમેદવારી પત્ર ભર્યું હતું ત્યારે ધોલીયા ગામના આગેવાન બાબુસિંહ ઝાલા, જુંજાર સિંહ, ભીખુ સિંહ સહિતના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.