Dhoraji: ધોરાજી તાલુકાના તોરણીયા ગામે પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ

તા.૩૦/૧/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
ખેડુતોએ પ્રાકૃતિક કૃષિથી થતા ફાયદાઓ વિશે વિસ્તૃત જાણકારી મેળવી
Rajkot, Dhoraji: ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણીયા ગામે પ્રાકૃતિક કૃષિની સફળતાપૂર્વક તાલીમ યોજાઈ હતી. જેમાં ખેડૂત બંધુઓને રવિ પાકમાં પ્રાકૃતિક કૃષિની પદ્ધતિ અપનાવવાથી થતા ફાયદાઓ અંગે તાલીમ આપીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિના વિવિધ ઘટકો જેવા કે જીવામૃત/ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપ્સા અને મિશ્ર પાક પદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ આપનાવાથી જમીન અને પાકની ગુણવત્તા સુધારે છે, ખર્ચ ઘટે છે અને લોકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થતી નથી. વધુમાં દેશી ગાયના મુત્ર અને છાણમાંથી તૈયાર થતા જીવામૃતના ઉપયોગથી પાકને જરૂરી પોષક તત્વો મળે છે અને જમીનનું સ્વાસ્થ્ય જળવાય છે. આ પદ્ધતિથી પકવેલા ફાળો શાકભાજી અને અનાજ વધુ ગુણકારી અને આરોગ્યપ્રદ હોય છે, જે પરિવારના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.
તાલીમાર્થીઓને પ્રાકૃતિક કૃષિ વિશે વધુ પ્રેરણાબળ મળી રહે તેવા ઉમદા હેતુથી પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા ખેડૂતો, માસ્ટર ટ્રેનર કમ રીસોર્સ પર્સન શ્રીમતી પુજાબહેન રાતીયા, એગ્રી આસિસ્ટન્ટ શ્રીમતી પૂજાબહેન પરમાર દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે સવિશેષ માહિતી આપવામાં આવી હતી. તેમજ તાલીમાર્થીઓને પ્રાકૃતિક કૃષિ અંગે ઉદ્ધભવતા પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.





