GUJARATJETPURRAJKOT CITY / TALUKO

Dhoraji: ધોરાજીની કે.ઓ શાહ મ્યુનિસિપલ આર્ટ્સ & કોમર્સ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો.

તા.૧૬/૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Dhoraji: શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત રાજ્ય રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગાંધીનગર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, રાજકોટ અને કે.ઓ શાહ મ્યુનિસિપલ આર્ટ્સ & કોમર્સ કોલેજ, ધોરાજીના સંયુક્ત ઉપક્રમે ધોરાજીની કે.ઓ શાહ મ્યુનિસિપલ આર્ટ્સ & કોમર્સ કોલેજ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો હતો જેમાં ૧૦ જેટલી કંપનીઓના નોકરીદાતાઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં ધોરાજી તેમજ આજુ-બાજુ વિસ્તારોના બેરોજગાર ભાઈઓ-બહેનો જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ સાથે આ રોજગાર ભરતી મેળામાં ઉમટી પડ્યા હતા.

જુદી-જુદી કંપનીઓના રિક્રુટમેન્ટ ઓફિસરો દ્વારા કંપની તરફથી આપવામાં આવતા મહેનતાણા તથા કામના પ્રકાર અને સમય અને સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી ઉમેદવારોને આપવામાં આવી હતી. આ ભરતી મેળામાં અંદાજિત ૨૦૦ જેટલા બેરોજગાર ભાઈઓ તથા બહેનોના ઈન્ટરવ્યૂ લેવાયા હતા. કે.ઓ શાહ મ્યુનિસિપલ આર્ટ્સ & કોમર્સ કોલેજ ખાતે આ રોજગાર ભરતી મેળાના અગાઉના દિવસે એટલે કે તા. ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ રોજગારી કાર્ડ કાઢી આપવાનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે રોજગારી કાર્ડ કઢાવવા માટે કોલેજ ખાતે હાજર રહ્યાં હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!