DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધ્રાંગધ્રા PGVCL લાંચ રિશ્વત કેસના આરોપીના ધ્રાંગધ્રા એડિશનલ સેશન કોર્ટે જામીન મંજુર કર્યા.

તા.05/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા પીજીવીસીએલ નાં કાર્યપાલક ઈજનેર એસીબીનાં છટકામાં આવી ગયા બાદ જામીન મુક્ત થવા મુખ્ય આરોપી રત્નાબેન ચૌધરી અને સહ આરોપી ભરત સાગઠીયા દ્રારા જામીન ઉપર મુક્ત થવાનાં પ્રયત્નો શરૂઆતમાં વ્યર્થ બન્યા હતા ત્યારબાદ કાર્યપાલક ઈજનેરને નામદાર હાઇકોર્ટ દ્રારા જામીન આપવામાં આવ્યા હતા સહ આરોપી ભરત સાગઠીયા દ્રારાનાં ધ્રાંગધ્રા કોર્ટ સમક્ષ માંગણી કરી હતી જેમાં ધ્રાંગધ્રાનાં પીઢ વકીલ યુનુસભાઈ મકવાણા તથા શકીલ મકવાણાની ધારદાર દલીલો સામે સ્પેશિયલ એડિશનલ સેશન્સ કોર્ટનાં જજ દ્રારા લાંચ રિશ્વત કેસના સહ આરોપીને જામીન મુક્ત કર્યા હતા જો કે બંને પક્ષે ધારદાર રજૂઆતો સામે આરોપીના વકીલ યુનુસભાઇએ આરોપીની ધરપકડ બાદ કસ્ટડી પૂછપરછ થઇ ચુકી છે ચાર્જશીટ મુકાઈ ગઈ છે અને હાઈ કોર્ટનાં અનેક ચુકાદાઓ છે જેમાં એક સરખા ગુન્હા કામમાં મુખ્ય આરોપીને જામીન મળે તો અન્ય સહ આરોપીઓને પણ જામીન મળવા જોઈએ તેમ રજુઆત કરી હતી આરોપી તેના ઘરનો એક માત્ર આર્થિક સહારો હોઈ સાથે તમામ પૂછપરછ થઇ ચુકી છે તો એ પંચ સાક્ષી કે કાગળમાં કંઈ કરવા સક્ષમ નથી જેથી કોર્ટ દ્રારા જામીન આપવા જોઈએ આવી બધી રજૂઆતો બાદ સ્પેશિયલ એડિશનલ કોર્ટ દ્રારા ભરતભાઈ સાગઠીયાને જામીન મુક્ત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!