ધ્રાંગધ્રા કરિયાણા વેપારી મંડળે એસ.ટી. વિભાગને આવેદનપત્ર પાઠવી ધ્રાંગધ્રા- અમદાવાદ બસ રૂટમાં ફેરફારની માંગ કરી

તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા કરિયાણા વેપારી મંડળે એસ. ટી. વિભાગને આવેદનપત્ર પાઠવી ધ્રાંગધ્રા- અમદાવાદ બસ રૂટમાં ફેરફારની માંગ કરી છે સવારે 7 થી 8 વાગ્યે ધ્રાંગધ્રાથી અમદાવાદ જતી બસને ગોધાવી, બોપલ અને ઘુમા વાયા રૂટથી ગીતામંદિર સુધી લઈ જવાની રજૂઆત કરવામાં આવી છે વેપારી મંડળના જણાવ્યા અનુસાર બોપલ અને ઘુમા વિસ્તાર મોટા માર્કેટિંગ ક્ષેત્ર તરીકે વિકસિત થયા છે ઝાલાવાડ અને સૌરાષ્ટ્ર સહિતના મોટાભાગના વેપારીઓ ખરીદી માટે આ સેન્ટરને પ્રાધાન્ય આપે છે હાલમાં, આ રૂટ પર બસ સ્ટોપેજ ન હોવાથી વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ખાસ કરીને, દાગીના અને અન્ય માલસામાન સાથે મુસાફરી કરતા વેપારીઓને વાહનો બદલીને જવું પડે છે જેના કારણે સમય અને પૈસાનો વ્યય થાય છે આ સમસ્યાના નિરાકરણ માટે ધ્રાંગધ્રા કરિયાણા વેપારી એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી સહિતના હોદ્દેદારોએ ધ્રાંગધ્રા ડેપો મેનેજરને લેટર પેડ પર આવેદનપત્ર સુપરત કર્યું છે તેમણે ધ્રાંગધ્રા- અમદાવાદ એસ.ટી. બસને ગોધાવી, બોપલ અને ઘુમા ખાતે સ્ટોપ આપવાની માંગ કરી છે.




