GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ના વેજલપુર માળી ફળિયાના નાકા પાસે જર્જરીત મકાન ધરાશાયી,બીજી ઘટના બાદ પણ તંત્ર નિષ્ક્રિય.!

તારીખ ૨૬/૦૭/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

વેજલપુર ગામમાં અનેક મકાનો જર્જરીત માળી ફળિયાના નાકા પાસે જાહેર રસ્તા ઉપર જર્જરીત મકાન બીજું ધરાશાયી થયું સ્થાનિક તંત્ર મોટી હોનારત ની રાહ જોતું હોય તેવું લોકોનું અનુમાન આખા ગામમાં અનેક જર્જરીત મકાનો કોઈનો જીવ લેશે ત્યારે સ્થાનિક તંત્ર દોડતું થશે તેવી લોક મુખે ચર્ચાઓ.આવા મકાનો નિર્દોષ વ્યક્તિ નો ભોગ લેશે પછી સ્થાનિક તંત્ર કાર્યવાહી કરશે આખા ગામમાં અનેક જર્જરિત મકાનો મોત નો યમરાજ બનીને બેઠો હોય તેવો લોકોમાં ભય નો માહોલ કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં આવેલા માળી ફળિયામાં પંદર દિવસ પહેલા એક દુર્ઘટના સર્જાય હતી અને એક જર્જરિત મકાન નો આગળ નો ભાગ ધરાશાયી થયો હતો સદનસીબે જાનહાની ટળી હતી ત્યારે ફળી આજ રોજ રિમજીમ વરસતા વરસાદમાં તેની બાજુમાં આવેલ જાહેર રસ્તા ઉપર નું જર્જરિત મકાન ધરાશાયી થતા જર્જરિત મકાન નો કાટમાળ રસ્તા ઉપર વેરવિખેર થયો હતો અને જાહેર માર્ગ રસ્તો સદંતર બંધ થયો હતો ચોમાસાની ઋતુ ના કારણે લોકો ઘરો માં હોય અને વરસાદ ના કારણે લોકોની અવરજવર બંધ ના કારણે કોઈ મોટી હોનારત સર્જાય નહતી ગામમાં વર્ષોના લાંબા સમયથી બિસ્માર હાલતમાં ઉભેલા એક જૂના જર્જરીત મકાનનો આવેલા છે જે અચાનક ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે અગાઉ ધરાશાયી થયેલ મકાન માં ઘટના સમયે આસપાસ કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી અને આજે ફળી તેની બાજુમાં આવેલ મકાન ધરાશાયી થયું કોઈ જાનહાની થઈ નથી પરંતુ કાટમાળ રસ્તા પર વેરવિખેર થઈ જતાં સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે માળી ફળિયાના નાકા ઉપર સાંકડા રસ્તા પર આવેલું આ મકાન લાંબા સમયથી અત્યંત જર્જરીત અવસ્થામાં હતું. ચાલુ ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે જર્જરિત મકાન અચાનક તૂટી પડયુ હતું.આખા ગામમાં ભયજનક જર્જરિત મકાનો ગમે ત્યારે પવન કે સામાન્ય વરસાદમાં પણ તૂટી પડે તેવી સ્થિતિમાં દેખાય રહ્યા છે જર્જરિત મકાનો આગળથી દરરોજ નાના બાળકો, મહિલાઓ અને અસંખ્ય સ્થાનિક નાગરિકો પસાર થાય છે ગામમાં અનેક જર્જરિત મકાનો હજુ પણ યથાવત અને ભયજનક સ્થિતિમાં હોવાથી આસપાસના રહીશોના જીવ તાળવે ચોંટી ગયા છે. સ્થાનિકોની માંગ છે કે કોઈ મોટો અકસ્માત સર્જાય કે જર્જરિત મકાનો યમરાજ બની કોઈનો જીવ લેન બને તે પહેલાં વેજલપુર ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા આખા ગામના જર્જરીત મકાનને તાકીદે ઉતારી લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!