પાલનપુર રેલવે સ્ટેશન જવાના કામધેનુ શોપિંગ સેન્ટર આસપાસ ગંદકી અસમાજી તત્વનો ત્રાસ વ્યાપારીઓ પરેશાન
21 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર કીર્તિ સ્તંભ રેલ્વે સ્ટેશન તરફ જવાના રસ્તે આવેલું કામ ઘેનુ શોપિંગ સેન્ટર આગળ આવલ ખુલ્લા નાળાની ગટરો . તેમજ શોપિંગ સેન્ટરની ખુલ્લી જગ્યાઓમાં અસમાજીક તત્વોનું પોતાનો સામાન મૂકી કબજો જમાઈ વેપારીઓને ત્રાસ આપી રહ્યા છે તેમની દાદાગીરીથી વેપારીઓ ત્રાહિમામ્ પોકારી ગયા છે
પાલનપુર અંબાજી મંદિર તેમજ પાતાળે મંદિર થી રેલવે સ્ટેશન જવાના રસ્તે સવારથી સાંજ કેટલાક અજાણ્યા તત્વો ફૂટ પાઠ તેમજ દુકાનના ઓટલાઓ આસપાસ જમેલો રહે છે આ ઉપરાંત આ કામધેનુ શોપિંગ સેન્ટરમાં કેટલાક અજાણ્યા તત્વ અંદર ખુલ્લી જગ્યામાં બથામણો કબજો કરી ઘરવખરી નો સામાન સાથે કેટલાક મહિનાઓથી પડાવ નાખી કેટલી ઘેર પ્રવૃતિઓ તેમજ ગંદકી નું માહોલ સર્જતા વ્યાપારીઓ આ ત્રાહિમામ પોકરી ગયા છે તે ઉપરાંત કેટલાક વેપારીઓને કહેવા મુજબ અમારા વિસ્તારમાં હોટલો .ગેસ્ટ હાઉસ હોસ્પિટલો તેમજ રેલવે સ્ટેશન બસ સ્ટેશન નજીક આવેલા છે રાત્રે દરમિયાન અહીં કેટલાક નશાખોરો લોકો નો જમેલો ના કારણે રાહદારીઓ તેમજ પ્રવાસીઓની પણ મોટી અવર-જવર રહે છે અમારા વિસ્તારમાં અનેક વખતે રાહદારીઓ પાસેથી મોબાઈલ જેવી ચીજોની તપડતીઓ ની ઘટનાઓ અગાઉ બની ચૂકી છે આ ઉપરાંત અમારા શોપિંગ પાસે ખુલ્લા નાળાની ગટરો સફાઈ અભાવે ગંદકીનો માહોલ સર્જાય છે તેને લઈને રોગચાળાની ભીંતી પણ સતાવે છે આ વિવિધ સમસ્યાઓથી છુટકારો મળે એવું રાહદારીઓ તેમજ વેપારી ઈછી રહ્યા છે જોકે આ મામલે આ વ્યાપારીઓ લેખિત રજૂઆત પણ કરવાની તૈયારી બતાવી છે