ARAVALLIGUJARATMEGHRAJMODASA

છીટાદરા ઉચ્ચતર માધ્યમિક શાળામાં 1,200 ચોપડાઓનું વિતરણ, રોટરી સર્વમ ક્લબ અને કંચન ફાઉન્ડેશનનો સહિયોગ 

અરવલ્લી |

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

છીટાદરા ઉચ્ચતર માધ્યમિક શાળામાં 1,200 ચોપડાઓનું વિતરણ, રોટરી સર્વમ ક્લબ અને કંચન ફાઉન્ડેશનનો સહિયોગ

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રાજસ્થાન સરહદે આવેલી છીટાદરા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે રોટરી સર્વમ ક્લબ અને કંચન ફાઉન્ડેશન, અમદાવાદના સહયોગથી ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રોત્સાહન મળે તે હેતુથી 1,200 ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું.આ પ્રસંગે દાતાઓએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનું સૌથી મજબૂત સાધન છે અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ કરાવવાથી તેમના અભ્યાસમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થાય છે.ચોપડાઓનું વિતરણ થતાં વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. શાળા પરિવાર દ્વારા રોટરીસર્વમ ક્લબ અને કંચન ફાઉન્ડેશન, અમદાવાદના દાતાઓનો આ સેવાકીય કાર્ય બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ પ્રકારની સેવાકીય પહેલ અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.

Back to top button
error: Content is protected !!