
અધિક મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને રી સર્વે ભૂમિ સીમાંકન માટેની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા સહિતના અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રીએ આજરોજ માણાવદર તાલુકામાં સ્થિત ખખાવી ગામની મુલાકાત લીધી હતી. તેઓશ્રીએ ગ્રામ પંચાયત કચેરી ખાતે મુલાકાત લઈ જરૂરી સમીક્ષા કરી હતી. રી સર્વે ભૂમિ સીમાંકન હાજર સંબંધિતોને જરૂરી સૂચનો આપ્યા હતા. આ તકે વંથલી પ્રાંત અધિકારીશ્રી ગોહિલ, ડીસ્ટ્રીકટ લેન્ડ રેકર્ડ ઓફિસરશ્રી અફઝલ ગુંદીગરા, ગ્રામ સરપંચશ્રી, ગ્રામજનો અને સંબંધિત અધિકારીગણ હાજર રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





