પાલનપુર તાલુકા ભાજપ દ્વારા જિલ્લા પંચાયત સીટ વાઈઝ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા
5 જુન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
વૈશ્વિક સ્તરે પર્યાવરણની જાળવણી માટે “United Nations Environment Program – UNEP” દ્વારા ૫ જૂન ” વિશ્વ પર્યાવરણ દિવસ” પ્રસંગે સમગ્ર વિશ્વમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા બે-ત્રણ દશકામાં સમગ્ર વિશ્વે એવું માન્યું છે કે ખરેખર પર્યાવરણની જાળવણી અને એને લગતા કાર્યક્રમોને વિશેષ મહત્વ આપવાની જરૂરિયાત છે. આ મુદ્દાને ગંભીરતાથી લઈ વિવિધ દેશો દ્વારા પર્યાવરણની જાળવણીની નેમ સાથે વિશ્વ પર્યાવરણ જાળવણી દિવસ ઉજવણી કરવામાં આવે છે. પૃથ્વી પર જેટલી કુદરતી સંપત્તિ છે તે મર્યાદિત છે. માનવી એનો કરકસરપૂર્વક ઉપયોગ કરે અને પર્યાવરણને નુકસાનકારક હોય એવા કોઈ પગલા ન ભરે તો જ આપણે સૌ લાંબા ગાળા સુધી એનો ઉપયોગ કરી શકીશું આ બાબતે પાલનપુર તાલુકા ભાજપ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા પંચાયત સીટ વાઇઝ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલનપુર તાલુકા ભાજપના પ્રમુખ રમેશભાઈ પટેલ, ભગવાનભાઈ કુગસિયા, ભીખુસિંહ ડાભી, અમૃતભાઈ દેસાઈ, મેઘરાજ ભાઈ ચૌધરી,એ.પી.એમ. સી, પાલનપુર ના ચેરમેન શામળભાઇ ધરિયા, જગદીશભાઈ પટેલ, પ્રકાશભાઈ ચૌધરી, નરેશભાઈ ચૌધરી, ભાવનાબેન રાવળ, કેસરસિંહ, નરપતસિંહ, છગનજી ઠાકોર, દિનેશભાઈ જુઆ, નરેશભાઈ ચૌધરી, જયેશભાઈ દવે, આશુતોષભાઈ બારોટ, ચેહરભાઈ નાઈ, હિતેષભાઇ દેસાઈ, મહેન્દ્રભાઈ ચૌધરી, રમેશભાઈ અટોસ, વિજયભાઈ, જયેશભાઈ ચૌધરી, ભવરસિંહ સોલંકી, નીલેશભાઇ મોદી, બનાજી રાજપૂત, કિર્તીભાઇ મેવાડા, યુનિષભાઈ મન્સૂરી, કિરણભાઈ રાવલ, વિપુલભાઈ ચૌધરી, ભરતભાઈ ગૌસ્વામી, મહેન્દ્રસિંહ રાજપૂત તેમજ જિલ્લા પંચાયત સીટ વાઈઝ કાર્યકર્તાઓ હાજર રહી વૃક્ષારોપણ નો કાર્યક્રમ કર્યો હતો. આ પ્રસંગે પાલનપુર તાલુકા ભાજપ દ્વારા દરેક ઘરે વૃક્ષારોપણ નો કાર્યક્રમ થાય અને વૃક્ષોનું જતન થાય અને પર્યાવરણ નું જતન થાય તે માટેનાં સંકલ્પ લેવામાં આવ્યા હતા.