વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૮ ઓક્ટોબર : દિવાળીના પાવન અવસરે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ દ્વારા “માનવ સેવા એ જ પ્રભુ સેવા” અને “ચલો જલાયે દીપ, જહાં આજ ભી અંધેરા હૈ” જેવી માનવતાભરી થીમ હેઠળ સમાજસેવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવેલ હતો.દાતાશ્રીઓના સહયોગથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ કચ્છ ટીમ દ્વારા સેવા વસ્તી તેમજ સેવા સાધના સંચાલિત સંસ્કાર કેન્દ્રોમાં બાળકો વચ્ચે મીઠાઈ, ફરસાણ અને ફૂલઝરી જેવા ફટાકડાનું વિતરણ કરવામાં આવેલ હતું અને તેમના સંચાલીકા બહેનોનુ રાષ્ટ્રવાદી પુસ્તક વડે અભિવાદન કરવામાં આવેલ હતુ. આ સેવા યજ્ઞ દ્વારા વાલ્મીકિ વાસ (લોટસ કોલોની), ચારણ વાસ (લાલ ટેકરી) , રાજગોર સમાજ વાડી (સરપટ ગેટ), ભગત વાડી (સરપટ ગેટ) ના સંસ્કાર કેન્દ્ર તેમજ RTO સર્કલ પાસેની સેવા વસ્તીના બાળકોના ચહેરા પર આનંદ અને સ્મિતની કિરણ ફેલાવી દિવાળીની ઉજવણીને એક નવી દિશા આપવામાં આવેલ હતી.આ સેવા યજ્ઞના સંયોજક તરીકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, જિલ્લા પ્રાથમિક સરકારી મહામંત્રી રમેશભાઈ ગાગલ, સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, પ્રાથમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ કલ્પેશભાઈ ચૌધરી તેમજ એચ.ટાટ મહામંત્રી અમરાભાઈ રબારી રહેલ હતા. ક્ચ્છ સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ નયનભાઈ વાંઝા, પ્રાથમિક ગ્રાન્ટેડ પ્રાંત કારોબારી સભ્ય તિમિરભાઈ ગોર, પ્રાથમિક ગ્રાન્ટેડ જિલ્લા ઉપાધ્યક્ષ મનુભા સોઢા, સરકારી માધ્યમિક કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકીયા, ભુજ તાલુકા પ્રાથમિક સરકારી મહામંત્રી બળવંતભાઈ છાંગા તથા અન્ય કાર્યકર્તા ઉપસ્થિતિ રહેલ હતા. સમગ્ર કાર્યક્રમની સફળતા માટે પ્રાંત ઉપાધ્યક્ષ મૂરજીભાઇ ગઢવીનુ માર્ગદર્શન અને પાંચેય સંવર્ગનો સાથ સહકાર મળેલ હતો.કચ્છ તેમજ કચ્છ બહારના દાતાશ્રીઓના આર્થિક સહયોગથી આ સેવા યજ્ઞ શક્ય બની શક્યો હતો. આ ઉમદા કાર્ય માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- કચ્છના તમામ સંવર્ગો વતીથી દાતાશ્રીઓનો સોશિયલ મિડિયાના માધ્યમથી આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.