BANASKANTHAGUJARATPALANPUR
વડગામ ના મોતીપુરા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

19 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
મોતીપુરા ગામમાં મામલતદાર કે.પી. સવઈ ની અધ્યક્ષતા માં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમ માં ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત આદિ જાતિની બહુમતી વસ્તી ધરાવતા લાભાર્થીઓને સરકારી યોજનાઓના લાભ ઘર આંગણે મળી રહે એ માટે તા.ના તમામ વહીવટી સ્ટાફ તેમજ પ્રા.આ. કેન્દ્ર કાલેડાના આરોગ્ય સ્ટાફે હાજર રહી વિવિધ આરોગ્યને લગતી કામગીરી કરી હતી. આયુષ્યમાન ભારત યોજના હેઠળ PMJAY કાર્ડ કાઢવાની કામગીરી પ્રધાનમંત્રી માતૃ વંદના કાર્યક્રમ ( PMMVY)હેઠળ સગર્ભા માતાઓને આર્થિક સહાય માટેના ઓન લાઇન ફોર્મ ભરવા મા આવ્યાં . મેડીકલ કેમ્પ માં આવેલ લાભાર્થીઓના NCD પ્રોગ્રામ હેઠળ ડાયાબિટીસ, બ્લડપ્રેશર ના રિપોર્ટ કરી જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ 





