MORBI:મોરબી જીલ્લા કક્ષા કલા મહાકુંભમાં મોરબીની દ્રષ્ટિ બારેજીયા લગ્નગીત સ્પર્ધામાં પ્રથમ
MORBI:મોરબી જીલ્લા કક્ષા કલા મહાકુંભમાં મોરબીની દ્રષ્ટિ બારેજીયા લગ્નગીત સ્પર્ધામાં પ્રથમ
ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ તેમજ કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર આયોજીત તેમજ જીલ્લા યુવા વિકાસ અધિકારી અધિકારી,જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી દ્વારા સંચાલિત મોરબી જીલ્લા કક્ષા કલા મહાકુંભ જ્ઞાનગંગા સ્કૂલ વાંકાનેર મુકામે ગત ૫ જાન્યુઆરી ના રોજ યોજાયેલ જેમાં લગ્નગીત સ્પર્ધા ૧૫ થી ૨૦ વર્ષની કેટેગરીમાં શ્રી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબી સંસ્થામાંથી બારેજીયા દ્રષ્ટિ શંકરભાઇ એ જીલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબી તેમજ સમસ્ત પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું છે જે બદલ મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના ટ્રસ્ટી હોદેદારો તેમજ વરિયા વુમન્સ ગ્રુપ દ્વારા અભિનંદન પાઠવેલ છે.અત્રે ઉલ્લેખનીય છેકે આ સ્પર્ધામાં તેમને સહાયક અને કોરસ તરીકે ભૂમિબેન બરાસરા દ્રષ્ટિબેન ભોરણીયા અને ધ્રુવ બરાસરા જોડાયેલ.દ્રષ્ટિબેન આગામી પ્રદેશ કક્ષા કલા મહા કુંભમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.