વિજાપુર રોટરી કલબ ના સહયોગથી લંડન ના ડોકટર સત્યેન શુક્લ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને ગરમ સ્વેટર વિતરણ કર્યું oppo_0
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર રોટરી ક્લબ ના સહયોગ થી લંડન ના ડોકટર ડો સત્યેન શુક્લ તેમજ કોકિલા બેન શુક્લ દ્વારા તાલુકા ની કુમાર શાળા કન્યા શાળા ગોવિંદપુરા જૂથ પંચાયત હદ વિસ્તાર ની પ્રાથમિક શાળા મહેશ્વરપુરા ની પ્રાથમિક શાળા સહિત મા ભણતા 555 જેટલા ગરમ ઉન ના સ્વેટર વિતરણ કરવા oppo_0મા આવ્યા હતા. સ્લમ વિસ્તાર ના ભણતા બાળકો ને સ્વેટર મળતા બાળકો ના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. ડો સત્યેન શુક્લે ભણતા બાળકો ને શિક્ષણ માટે ટ્રીપ આપી હતી અને જણાવ્યું હતંકે હું પણ તાલુકાની સરકારી શાળા અને સરકારી સ્કૂલ મા ભણ્યો છું. સરકારી સ્કૂલ માંથી ભણી આજે લંડન ખાતે ડોકટર તરીકે ફરજ બજાવું છું તમે પણ ભણજો અને ભણવા મા જરા પણ આળસ નહિ રાખુ તેવી ટેક લેવડાવી હતી. શાળાના આચાર્ય તેમજ રોટરી કલબ ના ચેરપર્શન શામજી ભાઈ ગોર રોટરી કલબ ના પ્રમુખ સંજય પટેલ રોટરી કલબના મંત્રી પ્રિતેશ પટેલ રોટરીયન કચ્છી પટેલ સમાજના અગ્રણી રમેશભાઈ પટેલ તેમજ પૂર્વ તાલુકા પંચાયત ના પ્રમુખ રોટરીયન પરેશ ભાઈ પટેલ જગદીશ ભાઈ પંચાલ સહિત શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યો હતો. અને બાળકો સાથે શામજી ભાઈ ગોર દ્વારા કુમાર શાળાના બાળકો સાથે અભ્યાસ ને લઈ અને સગવડ બાબતે વાર્તાલાપ કર્યો હતો. બાળકો એ પણ સરસ જવાબો આપ્યા હતા.